માનવતા મરી પરવારી!/ સુરતના કોઝ-વેમાંથી મળ્યો બાળકનો મૃતદેહ, કમરથી ધડ સુધીનો ભાગ ગાયબ

શહેરમાંથી અવારનવાર નવજાત બાળકના મૃતદેહ અથવા તો નવજાત બાળક મળવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે હૈયુ કંપાવે તેવી એક ઘટના ફરીથી સામે આવી છે.

Gujarat Surat
Untitled 176 3 સુરતના કોઝ-વેમાંથી મળ્યો બાળકનો મૃતદેહ, કમરથી ધડ સુધીનો ભાગ ગાયબ

@અમિત રૂપાપરા 

શહેરમાંથી અવારનવાર નવજાત બાળકના મૃતદેહ અથવા તો નવજાત બાળક મળવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે હૈયુ કંપાવે તેવી એક ઘટના ફરીથી સામે આવી છે. આ ઘટના સુરતના રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારની છે કે, જ્યાં રાંદેરના કોઝવેમાંથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ હૈયુ કંપાવનારી વાત એ છે કે, મૃત દેહમાં માત્ર બાળકનું અડધું ધડ મળી આવ્યું હતું.

શનિવારે સાંજના સમયે સુરતના રાંદેરના કોઝવે નજીક આવેલા તાપી નદીના કિનારેથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ આ મૃતદેહ અડધું જ હતું એટલે કે કમરથી પગ સુધીનો ભાગ ગાયબ હતો. બાળકનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ લોકો દ્વારા પોલીસને કરવામાં આવતા રાંદેર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને બાળકના મૃતદેહને ફોરેન્સિક લેબમાં મોકલી આપવામાં આવ્યું હતું.

જે બાળકનું મૃતદેહ મળ્યું છે તેના પરથી અનુમાન લગાવવું મુશ્કેલ થઈ રહ્યું હતું કે, આ મૃતદેહ બાળકનો છે કે, બાળકીનો છે. કારણ કે મૃતદેહના શરીરનું કમરથી પગ સુધીનો ભાગ ગાયબ હતો. આ ઉપરાંત ડોક્ટરનું માનવું છે કે DNA ટેસ્ટ બાદ જ જાણવા મળશે કે, આ મૃતદેહ બાળકનું છે કે બાળકીનું છે. તો બીજી તરફ રાંદેર પોલીસ દ્વારા જે જગ્યા પરથી મૃતદેહ મળી આવ્યો હતો તે જગ્યા પર તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત સ્થાનિક વિસ્તારના આસપાસના CCTV કેમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે અને આ સમગ્ર મામલે રાંદેર પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:સી. આર. પાટિલની અધ્યક્ષતામાં મળી ભાજપની બેઠક, કરાઈ આ મહત્વની ચર્ચાઓ

આ પણ વાંચો:મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી

આ પણ વાંચો:સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ,પરિણીતાને સાસરિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો

આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો