Not Set/ અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી પાસે બની મોટી દુર્ઘટના, AMTS બસમાં લાગી અચાનક આગ

અમદાવાદમાં આવેલ ગુજરાત યુનિવર્સિટી પાસે પાર્ક થયેલ એક AMTS બસમાં અચાનક આગ લાગી ગઇ હતી. આગ એટલી ભયાનક હતી કે જોત જોતામાં જ પૂરી બસ આગની ચપેટમાં આવી ગઇ હતી. મળી રહેલી માહિતી અનુસાર જ્યારે AMTS બસનો ડ્રાઈવર બસને ચાલુ કરવા ગયો કે તુરંત જ બસમાં આગ લાગી હતી. જો કે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં આવેલ ગુજરાત યુનિવર્સિટી પાસે પાર્ક થયેલ એક AMTS બસમાં અચાનક આગ લાગી ગઇ હતી. આગ એટલી ભયાનક હતી કે જોત જોતામાં જ પૂરી બસ આગની ચપેટમાં આવી ગઇ હતી. મળી રહેલી માહિતી અનુસાર જ્યારે AMTS બસનો ડ્રાઈવર બસને ચાલુ કરવા ગયો કે તુરંત જ બસમાં આગ લાગી હતી. જો કે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

આગ લાગવા પાછળનું કારણ હજુ સામે આવ્યુ નથી. બસમાં આગ લાગતા જ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. તાજા સમાચાર મુજબ ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોચી ગઇ છે, અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. રાહતની વાત એ રહી કે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.