Not Set/ પંચાયતના બિલ્ડીંગની ગટરમાં ૬ ફૂટ નીચે ગાય ખાબકી, તંત્રની બેદરકારી આવી સામે

આણંદ, આણંદ જીલ્લામાં આવેલ જુની જીલ્લા પંચાયત ભવનમાં એક ગાય ગટરમાં ખાબકી હતી. વરસાદના પ્રથમ દિવસે જ ખુલ્લા રાખવામાં આવેલ ગટરના ઢાંકણાના કારણે જીલ્લા પંચાયતના જુના બિલ્ડીંગમાં એક ગાય ગટરમાં ૬ ફૂટ નીચે ખાબકાતા તંત્ર સફાળું જાગી ઉઠ્યું હતું. બનાવની જાણ થતા પશુપ્રેમી એવા કેટલાક લોકોની મદદથી ગાયનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. આણંદ જીલ્લામાં […]

Top Stories Gujarat Videos

આણંદ,

આણંદ જીલ્લામાં આવેલ જુની જીલ્લા પંચાયત ભવનમાં એક ગાય ગટરમાં ખાબકી હતી. વરસાદના પ્રથમ દિવસે જ ખુલ્લા રાખવામાં આવેલ ગટરના ઢાંકણાના કારણે જીલ્લા પંચાયતના જુના બિલ્ડીંગમાં એક ગાય ગટરમાં ૬ ફૂટ નીચે ખાબકાતા તંત્ર સફાળું જાગી ઉઠ્યું હતું.

બનાવની જાણ થતા પશુપ્રેમી એવા કેટલાક લોકોની મદદથી ગાયનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. આણંદ જીલ્લામાં આવેલ જીલ્લા પંચાયત ભવન જ્યાં પેહલા કચેરીઓ ધસમસતી હતી.

ત્યાં જીલ્લા પંચાયતને નવા ભવનમાં સ્થળાંતરિત કર્યા બાદ જુના ભવનને જાને ખંડેર બનવા લાવારીશ છોડી દેવાયું છે,જેનો ભોગ એક અબોલ પશુ બન્યું હતું. જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.