Not Set/ Xiaomiનો Redmi Y2 આજથી વેચાણ માટે એમેઝોન પર થશે ઉપલબ્ધ, જાણો, આ લેટેસ્ટ સ્માર્ટફોનના ફિચર્સ 

મોબાઈલ નિર્માતા કંપની Xiaomiનો લેટેસ્ટ સ્માર્ટફોન Redmi Y2 26મી જૂનના રોજથી ઓનલાઈન શોપિંગ સાઈટ એમેઝોન ઇન્ડિયા પર ઉપલબ્ધ થશે, ગ્રાહકો આ સ્માર્ટફોનને ડાર્ક ગ્રે, ગોલ્ડ અને રોઝ ગોલ્ડ કલર વિકલ્પોમાં ખરીદી શકશે. જે એમેઝોન ઉપરાંત Xiaomની સત્તાવાર વેબસાઇટ પરથી પણ ખરીદી શકાય છે. આ કંપની દ્વારા ભારતમાં આ સ્માર્ટફોનની 3GB રેમ / 32GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 9,999 રૂપિયા અને 4GB રેમ / 64GB સ્ટોરેજ વેરિયેન્ટની કિંમત 12,999 રૂપિયા રાખવામાં આવી છે. Redmi Y2 ના સ્પેસિફિકેશન […]

Tech & Auto

મોબાઈલ નિર્માતા કંપની Xiaomiનો લેટેસ્ટ સ્માર્ટફોન Redmi Y2 26મી જૂનના રોજથી ઓનલાઈન શોપિંગ સાઈટ એમેઝોન ઇન્ડિયા પર ઉપલબ્ધ થશે, ગ્રાહકો આ સ્માર્ટફોનને ડાર્ક ગ્રે, ગોલ્ડ અને રોઝ ગોલ્ડ કલર વિકલ્પોમાં ખરીદી શકશે. જે એમેઝોન ઉપરાંત Xiaomની સત્તાવાર વેબસાઇટ પરથી પણ ખરીદી શકાય છે.

આ કંપની દ્વારા ભારતમાં આ સ્માર્ટફોનની 3GB રેમ / 32GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 9,999 રૂપિયા અને 4GB રેમ / 64GB સ્ટોરેજ વેરિયેન્ટની કિંમત 12,999 રૂપિયા રાખવામાં આવી છે.

संबंधित इमेज

Redmi Y2 ના સ્પેસિફિકેશન

ડુઅલ-સિમ સ્લોટ વાળો Redmi Y2 સ્માર્ટફોન Android 8.1, ઓરિયો બેસ્ટ MIUI 9.5 પર ચાલે છે. આ સ્માર્ટફોનમાં 5.99 ઇંચનો HD+ (720×1440 પિક્સેલ્સ) ડિસ્પ્લે છે તેમજ Adreno 506 GPU અને 3GB/4GB રેમની સાથે સાથે 2GHz ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર પણ આપવામાં આવ્યું છે.

Redmi Y2ની ફોટોગ્રાફી વિભાગ વિશે વાત કરવામાં આવે તો, ડ્યુઅલ કેમેરા સેટઅપ Redmi Y2માં પ્રથમ કેમેરો 12 મેગાપિક્સલનો છે અને બીજો કેમેરો 5 મેગાપિક્સલનો છે. ફ્રન્ટ પર એલઇડી સેલ્ફી લાઇટ સાથે 16 મેગાપિક્સલનો કેમેરો છે. આ કેમેરા ફેસ અનલોક સુવિધા માટે પણ કાર્ય કરશે. કાર્ડની મદદથી 32GB / 64GB સ્ટોરેજ વધારી શકાય છે.

આ સ્માર્ટફોનની કનેક્ટિવિટીનામાં 4G VoLTE, Bluetooth v 4.2, GPS / A-GPS, Wi-Fi 802.11 b/g/n, એક 3.5mm હેડફોન જેક અને માઇક્રો- USB 2.0 નો સમાવેશ કરે છે. તેની બેટરી 3080mAh છે અને તેનું વજન 170 ગ્રામ છે.