Gujarat surat/ સુરતના પાંડેસરા વિસ્તાર ની શિવ સોસાયટીમાં પીવાનું પાણી દૂષિત આવતા લોકો માં રોષ

સુરત શહેર માં પાલિકા તંત્ર ની પોલ વારંવાર ખુલ્લી પડી છે.પાલિકા ના અમુક અધિકારીઓ ની કામ પ્રત્યે નિરસતા અને આળસ ના કારણે સ્થાનિક લોકો એ ભોગવવાનો વારો આવે છે

Top Stories Gujarat
Mantavyanews 2023 09 29T200932.311 સુરતના પાંડેસરા વિસ્તાર ની શિવ સોસાયટીમાં પીવાનું પાણી દૂષિત આવતા લોકો માં રોષ

સુરત શહેર માં પાલિકા તંત્ર ની પોલ વારંવાર ખુલ્લી પડી છે.પાલિકા ના અમુક અધિકારીઓ ની કામ પ્રત્યે નિરસતા અને આળસ ના કારણે સ્થાનિક લોકો એ ભોગવવાનો વારો આવે છે તેવી જ ઘટના સુરત ના પાંડેસરા વિસ્તાર માં આવેલા શિવનગર સોસાયટીમાં બની હતી..છેલ્લા એક વર્ષથી પીવાનું પાણી દૂષિત આવી રહ્યું છે .પાલિકા તંત્ર ને સ્થાનિકો દ્વારા છેલ્લા એક વર્ષ થી અનેક વખત રજુઆત કરવામાં આવી છે .

WhatsApp Image 2023 09 29 at 7.51.38 PM 2 સુરતના પાંડેસરા વિસ્તાર ની શિવ સોસાયટીમાં પીવાનું પાણી દૂષિત આવતા લોકો માં રોષ
દર વખતે પાલિકા ના કર્મચારીઓ સોસાયટીમાં આવે છે..પાણી ન સેમ્પલ લઈ તેમજ પાણી લાઈન શોધવા ખાડા ખોદી જતા રહે છે તેવા આક્ષેપ સ્થાનિક લોકો એ કર્યા હતા. એટલુંજ નહિ સતત દૂષિત પાણી આવતા સોસાયટીમાં અનેક લોકો ને ઝાડા ઉલટી જેવા રોગ થયા છે.

WhatsApp Image 2023 09 29 at 7.51.37 PM 1 સુરતના પાંડેસરા વિસ્તાર ની શિવ સોસાયટીમાં પીવાનું પાણી દૂષિત આવતા લોકો માં રોષ

સોસાયટી ના લોકો વારંવાર બીમાર પડતા હોવાથી સ્થાનિકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે..મંતવ્ય ન્યુઝ ની ટીમે પણ ત્યાં પહોંચી પાણી ચેક કરતા સ્પષ્ટ દૂષિત પાણી સામે આવ્યું હતું..મહત્વનું છે કે આટ આટલી ફરિયાદ કરવા છતાં તંત્ર ના પેટ નું પાણી નથી હલતું જેથી સ્થાનિકો ખૂબ જ રોષે ભરાયા છે.


આ પણ વાંચો :Surat/સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ

આ પણ વાંચો :મોટા સમાચાર/નર્મદા પૂર તારાજી મુદ્દે સરકાર જાહેર કર્યું પુનર્વસન પેકેજ જાહેર

આ પણ વાંચો :અમદાવાદ/હાટકેશ્વર બ્રિજ તોડવા માટે પણ ટેન્ડર..!