Ahmedabad/ ઉત્તરાયણની ઉજવણી કરવા ગૃહમંત્રી આવશે વતનમાં

ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરશે. ગૃહમંત્રીના પ્રવાસ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમિત શાહ 13મીં જાન્યુઆરીએ મોડી સાંજ સુધીમાં અમદાવાદ આવી પહોંચશે.

Gujarat Others
a 178 ઉત્તરાયણની ઉજવણી કરવા ગૃહમંત્રી આવશે વતનમાં

કોરોના વાયરસના કહેર વચ્ચે ઉત્તરાયણના પવિત્ર તહેવારને મનાવવામાં આવશે. આ પ્રવિત્ર દિવસે સમગ્ર આકાશ રંગબેરંગી પતંગોથી ભરેલું હશે અને વાતાવરણમાં લપેટ લપેટનો અવાજ સંભળાશે, ત્યારે આ ખાસ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં આવશે.

ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરશે. ગૃહમંત્રીના પ્રવાસ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમિત શાહ 13મીં જાન્યુઆરીએ મોડી સાંજ સુધીમાં અમદાવાદ આવી પહોંચશે. જે બાદ અગામી દિવસે 14 જાન્યુઆરી ઘાટલોડિયા અને સાબરમતી વિધાનસભા વિસ્તારમાં ઉત્તરાયણનો પર્વ મનાવશે.

આ પણ વાંચો : અમદાવાદમાં આ બ્રિજ બંધ રહેશે 15 દિવસ સુધી, જાણો શું છે કારણ

આપને જણાવી દઈએ કે, રાજ્યભરમાં ઉત્તરાયણનપ પર્વ ધામધૂમથી ઉજવામાં આવે છે અને દર વર્ષની જેમ અમિત શાહ પણ ગુજરાતમાં પતંગો આ તહેવાર ઉજવશે.

આ પણ વાંચો : ગુજરાતમાં પણ બર્ડ ફ્લુનો કહેર, કાગડાઓ બાદ હવે ગાયોના પણ મોત

જો કે, કોરોના વાયરસના કારણે સરકાર દ્વારા કેટલાક કડક નિયમો બનાવવામાં આવ્યા છે અને એક માર્ગદર્શિકા પણ બહાર પડાઈ છે, જેમાં ધાબા પર ભીડ ભેગી ના કરવા, માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવા નિયમોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે.

આ પણ વાંચો : અમદાવાદમાં આ બ્રિજ બંધ રહેશે 15 દિવસ સુધી, જાણો શું છે કારણ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો