ક્રાઈમ/ ભાવનગર પોલીસે બે મહિલા સહિત 52 હજારનો દારૂનો મુદામાલ ઝડપ્યો

ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તરમાં દારૂની હેરાફેરી કરતી મહિલાઓને ઝડપી છે તેમાં એક ગુજરાત અને એક મહારાષ્ટ્રની મહિલા છે.

Gujarat Others
YouTube Thumbnail 2023 11 30T145738.927 ભાવનગર પોલીસે બે મહિલા સહિત 52 હજારનો દારૂનો મુદામાલ ઝડપ્યો
  • ભાવનગર પોલીસે ઝડપી પાડ્યો દારૂનો જથ્થો
  • પેટ્રોલિંગ દરમિયાન બે મહિલાઓ પાસેથી મળ્યો દારૂ
  • એમએલડી બ્રાન્ડની 408 વિદેશી દારૂની બોટલો મળી
  • પોલીસે ગુજરાત, મહારાષ્ટ્રની મહિલાની કરી ધરપકડ 
  • પોલીસે રૂ. 52,200 નો મુદ્દામાલ કર્યો કબજે

@હિરેન ચૌહાણ 

Bhavnagar News: ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તરમાં દારૂની હેરાફેરી કરતી મહિલાઓને ઝડપી છે તેમાં એક ગુજરાત અને એક મહારાષ્ટ્રની મહિલા છે. સૂટકેસમાં લવાયેલો દારૂ પોલીસે જપ્ત કરી ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી છે.

ભાવનગર આઈ.જી.ગૌતમકુમાર પરમાર અને પોલીસ અધિક્ષક ડો હર્ષદ પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક આર.આર.સિંઘલની સૂચનાથી શહેર વિસ્તરમાં દારૂ વેચાણ કરતા અને દારૂની હેરાફેરી કરતા લોકોને ઝડપી કાયદેસર ની કર્યવાહી કરવામાં આવે જે ને અનુસરી શહેર ની ગંગાજળિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ત્યારે ભાવનગરના ગંગાજળિયા પોલીસ સ્ટેશન દ્વારા સાંજના સમયે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે મળેલી બાતમીને પગલે પોલીસે ભાવનગર શહેરના ખારગેટ વિસ્તારમાં સંગમ ટોકીઝવાળા ખાચામાં આવેલા રેલવે ફાટક પાસે બે મહિલાઓ દારૂ લઈને આવી હોવાને પગલે સ્થળ ઉપર જઈને તપાસ હાથ ધરી હતી.

મળેલી બાતમી પ્રમાણે પોલીસને બે મહિલાઓ મળી આવી હતી. જો કે તેના સામાનની ચકાસણી કરતા મસ મોટો દારૂનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો. તેને પગલે કોન્સ્ટેબલ પ્રદિપસિંહ ગીરવાનસિંહ ગોહિલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે ખારગેટ પાસેના સંગમ ટોકીઝવાળા ખાંચામાં રેલવે ફાટક પાસે બે મહિલાઓ ચાર સૂટકેસમાં વિદેશી દારૂ લાવી હોવાની બાતમી મળી હતી. તેને પગલે સ્થળ ઉપર જતા મળેલી બાતમી વાળી જગ્યાએ પહોંચતા બે મહિલાઓ મળી આવી હતી જેની પાસે ચાર અલગ અલગ સૂટકેસ હતી.

તેને ખોલીને તપાસ કરતા 180 એમએલડીની અલગ અલગ બ્રાન્ડની 408 જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેની કિંમત 49,200 જેવી થવા જાય છે. પોલીસે પકડેલી બે મહિલાઓ પૈકી એક મહિલા રૂપાબેન પ્રકાશભાઈ પરમાર જાતે આડોળીયા 45 વર્ષીય અને ભાવનગરના આડોડિયાવાસમાં રહેતી હોવાનું ખુલવા પામ્યું હતું.

ત્યારે બીજી મહિલા સોનલબેન મનહરભાઈ અભીયેકર જાતે આડોડિયા અને મહારાષ્ટ્રના અહમદનગરના રહેવાસી હોવાનું ખુલવા પામ્યું હતું. એક મહિલા પાસેથી મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો,તેને પગલે પોલીસને સમગ્ર મુદ્દામાલ 52,200 નો કબજે કરીને બંને મહિલાઓ વિરુદ્ધ આગળની ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.


whatsapp ad White Font big size 2 4 ભાવનગર પોલીસે બે મહિલા સહિત 52 હજારનો દારૂનો મુદામાલ ઝડપ્યો


આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષાની પદ્ધતિમાં કરાયા મોટા ફેરફાર

આ પણ વાંચો:ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ ડિસેમ્બરના અંત સુધીમાં સંપૂર્ણ સુવિધા સાથે ધમધમશે

આ પણ વાંચો:દાહોદ ખાતે છ નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો..

આ પણ વાંચો:મારી છોકરી જોડે કેમ વાત કરે છે…કહીને યુવતીના પિતાએ યુવકને છરીના ઘા ઝીકી ઉતાર્યો મોતને ઘાટ