Stock Market/ શેરબજારમાં ટાટા ટેકનોલોજીનું ધમાકેદાર લિસ્ટીંગ, ટાટા ગ્રુપ 20 વર્ષ બાદ  ટાટા ટેક્નોલોજીસનો IPO લાવ્યો

ટાટા ગ્રુપ બે દાયકા પછી એટલે કે 20 વર્ષ પછી ટાટા ટેક્નોલોજીસનો IPO  (Tata Technologies IPO)લાવી છે. Tata Technologies IPO 22 થી 24 નવેમ્બરની વચ્ચે રોકાણકારો માટે ખુલ્લો હતો.

Top Stories Business
મનીષ સોલંકી 2023 11 30T145620.210 શેરબજારમાં ટાટા ટેકનોલોજીનું ધમાકેદાર લિસ્ટીંગ, ટાટા ગ્રુપ 20 વર્ષ બાદ  ટાટા ટેક્નોલોજીસનો IPO લાવ્યો

ટાટા ગ્રૂપ દેશનું પ્રતિષ્ઠિત વ્યાપાર જૂથ છે. આજે શેર બજારમાં ટાટા ગ્રુપની ટાટા ટેક્નોલોજીસનું ધમાકેદાર લિસ્ટીંગ જોવા મળ્યું. ટાટા ગ્રુપ બે દાયકા પછી એટલે કે 20 વર્ષ પછી ટાટા ટેક્નોલોજીસનો IPO  (Tata Technologies IPO)લાવી છે.  શેરબજારમાં આજે ટાટા ટેક્નોલોજીસના IPO (Tata Technologies IPO)ને જોરદાર પ્રતિસાદ મળ્યો. ટાટા ટેકના શેરોએ NSE અને BSE પર બમ્પર લિસ્ટિંગ સાથે ટ્રેડિંગ શરૂ કર્યું છે. આ લિસ્ટિંગ રોકાણકારોની અપેક્ષા કરતાં વધુ કિંમતે કરવામાં આવ્યું હતું. ટાટા ટેકને બજારમાં શાનદાર શુંભારભ જોતા ટાટા કંપનીનું શેરબજારમાં પુનઃ સકારાત્મક આગમન કહી શકાય.

ટાટા ટેક્નોલોજીસ (Tata Technologies IPO)ના શેર BSE પર રૂ. 1200 પર લિસ્ટ થયા છે.  ટાટા ટેકના શેર 140 ટકાના પ્રીમિયમ સાથે સીધા જ લિસ્ટેડ છે. ટાટા ટેકની રૂ. 500ની ઇશ્યૂ કિંમતની સરખામણીમાં આ લિસ્ટિંગ અદ્ભુત છે. રોકાણકારોને પ્રતિ શેર 700 રૂપિયાનો સીધો લાભ મળ્યો છે.  આજે સવારે ટાટા ટેક આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 85 ટકા હતું એટલે કે રૂ. 475 નો નફો દર્શાવે છે. લિસ્ટિંગ સંપૂર્ણ 140 ટકાના પ્રીમિયમ સાથે થયું હતું અને રોકાણકારોને રૂ. 500ના દરેક શેર પર રૂ. 700નો નફો મળ્યો હતો. BSE પર ટાટા ટેકના શેરનું રૂ. 1200 પર લિસ્ટિંગ થતાં રોકાણકારોની ખુશીની કોઈ સીમા નહોતી.

Tata Technologies IPO 22 થી 24 નવેમ્બરની વચ્ચે રોકાણકારો માટે ખુલ્લો હતો અને કંપનીએ શેરની પ્રાઇસ બેન્ડ રૂ. 475 થી રૂ. 500 પ્રતિ શેરની વચ્ચે નક્કી કરી હતી. ટાટા ટેકના આઈપીઓને 69.43 ટકા સબસ્ક્રિપ્શન મળ્યું હતું. QIB ક્વોટા કુલ 203.41 વખત સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીના IPOને તમામ શ્રેણીઓમાંથી કુલ 73.38 લાખ અરજીઓ મળી હતી. ટાટા ટેકનોલોજીસ આઈપીઓને આજે બજારમાં જોરદાર પ્રતિસાદ મળતા ટાટા ગ્રુપ વધુ એક આઈપીઓ લાવશે તેમ બજારસૂત્ર દ્વારા માહિતી આપવામાં આવી. ટાટા ગ્રુપ આગામી સમયમાં ટાટા કેપિટલ માટે આઈપીઓ લાવશે. જેને લઈને હાલમાં બોર્ડનું વિસ્તરણ કરવા સાથે ટાટા કેપિટલ હેઠળની કેટલીક કંપનીઓનું મર્જર કરવામાં આવી શકે.