Heart Attack/ જેતપુરમાં 26 વર્ષીય યુવકનુ હાર્ટ એટેકથી મોત, પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું

જેતપુરઃ રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી યુવાનોમાં હાર્ટ એટેક આવવાનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. રાજ્યમાં હાર્ટ અટેકના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે જેતપુર શહેરમાં આવી જ એક ઘટના બની છે. જેમાં શહેરના પંચવટી વિસ્તારમાં રહેતા 26 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે, જેતપુર શહેરમાં પંચવટી વિસ્તારમાં […]

Top Stories Rajkot Gujarat
jetpur 26 years old youth died in heart attack જેતપુરમાં 26 વર્ષીય યુવકનુ હાર્ટ એટેકથી મોત, પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું

જેતપુરઃ રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી યુવાનોમાં હાર્ટ એટેક આવવાનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. રાજ્યમાં હાર્ટ અટેકના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે જેતપુર શહેરમાં આવી જ એક ઘટના બની છે. જેમાં શહેરના પંચવટી વિસ્તારમાં રહેતા 26 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, જેતપુર શહેરમાં પંચવટી વિસ્તારમાં રહેતા 26 વર્ષીય યુવકને અચાનક હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું હતું. મૃતકનું નામ વિજય જાણવા મળ્યું છે. ત્યારે તાત્કાલિક યુવકને જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પર હાજર તબીબે હાર્ટ એટેકથી મોત નીપજ્યુ હોવાનું જણાવ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

અગાઉ 4થી જૂનના રોજ જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામના 18 વર્ષીય યુવક હાર્દિક સિંગલને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. જ્યારે જુનાગઢમાં બગીચામાં કામ કરતા કરતાં 18 વર્ષીય યુવક જીગ્નેશ વાજાનુ હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ ટળી પડવાની સાથે મૃત્યુના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.