Not Set/ કર્ણાટકનાં પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામી લોકોને સંબોધિત કરતા એકવાર ફરી થયા ભાવુક, જાણો શું છે કારણ

કર્ણાટકનાં પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી ફરી એકવાર લોકોને સંબોધિત કરતા ભાવુક થઇ ગયા હતા. કુમારસ્વામીએ માંડ્યામાં લોકોને સંબોધન કરતાં કહ્યું હતું કે મને રાજકારણની જરૂર નથી કે મારે મુખ્યમંત્રી પદ જોઈતુ નથી, મારે ફક્ત તમારો પ્રેમ જોઈએ છે. તેમણે કહ્યું કે મને ખબર નથી કે મારો દીકરો ચૂંટણી કેમ હારી ગયો, હું ઇચ્છતો ન હતો […]

Top Stories India

કર્ણાટકનાં પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી ફરી એકવાર લોકોને સંબોધિત કરતા ભાવુક થઇ ગયા હતા. કુમારસ્વામીએ માંડ્યામાં લોકોને સંબોધન કરતાં કહ્યું હતું કે મને રાજકારણની જરૂર નથી કે મારે મુખ્યમંત્રી પદ જોઈતુ નથી, મારે ફક્ત તમારો પ્રેમ જોઈએ છે. તેમણે કહ્યું કે મને ખબર નથી કે મારો દીકરો ચૂંટણી કેમ હારી ગયો, હું ઇચ્છતો ન હતો કે તે માંડ્યાથી લડશે, પરંતુ માંડ્યાનાં મારા પોતાના લોકો ઇચ્છે છે કે તે ચૂંટણી લડે, પરંતુ તેનું સમર્થન ન કર્યું. જેનાથી હું ખૂબ જ દુઃખી થયો છું.

કુમારસ્વામીએ કહ્યું કે તેણે કઈ ભૂલ કરી કે માંડ્યાનાં લોકોએ તેને પરાજિત કર્યો. તેમણે કહ્યું કે મારો પુત્ર મારા સમર્થકોનાં કહેવા પર લડ્યો અને હારી ગયો. મારા જેવો વ્યક્તિ રાજકારણમાં ન હોવો જોઈએ, રાજકારણમાં કોના પર ભરોસો કરવો તે મને સમજાતું નથી. જણાવી દઇએ કે કુમારસ્વામી કોંગ્રેસનાં ટેકાથી કર્ણાટકનાં મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ બળવાખોર ધારાસભ્યોને કારણે તેમને ખુરશી ગુમાવવી પડી હતી.

આપને જણાવી દઇએ કે અગાઉ કુમારસ્વામીએ સિદ્ધારમૈયા પર શાંબ્દિક હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે હું સિદ્ધારમૈયા જેવો પાલતુ પોપટ નથી. તેમના જેવા ઘણા લોકો છે જેઓ એચડી દેવે ગૌડાની છત્રછાયા હેઠળ ઉછરેલા છે. કોંગ્રેસ હાઈકમાન્ડનાં આશીર્વાદને કારણે હું મુખ્યમંત્રી બન્યો. તેમણે (સિદ્ધારમૈયા) કોંગ્રેસ હાઈકમાન્ડની વાત સાંભળી ન હતી જ્યારે તેમણે કેટલીક સૂચનાઓ આપી હતી જેથી રાજ્યની ગઠબંધન સરકાર પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.