Not Set/ કોન્ટ્રોવર્સી ક્વિન કહેવાતી રાખી સાવંતે પીએમ નરેન્દ્ર મોદી પાસે માંગી આ ગિફ્ટ

રાખી સાવંત એક એવુ નામ કે જેને આજે દરેક લોકો જાણતા જ હશે. તે ઘણી ફિલ્મોમાં આઇટમ ગર્લ તરીકે દેખાઇ ચુકી છે. જો કે આજે તેને માત્ર ડાંસ મારફતે જ નહી પરંતુ તેના અજબ-ગજબ કારનામાઓથી લોકો વધુ જાણે છે. છેલ્લા ઘણા સમયથી તે પોતાના લગ્ન વિશે સોશિયલ મીડિયામાં ફોટા શેર કરતી રહે છે, જો કે […]

Uncategorized

રાખી સાવંત એક એવુ નામ કે જેને આજે દરેક લોકો જાણતા જ હશે. તે ઘણી ફિલ્મોમાં આઇટમ ગર્લ તરીકે દેખાઇ ચુકી છે. જો કે આજે તેને માત્ર ડાંસ મારફતે જ નહી પરંતુ તેના અજબ-ગજબ કારનામાઓથી લોકો વધુ જાણે છે. છેલ્લા ઘણા સમયથી તે પોતાના લગ્ન વિશે સોશિયલ મીડિયામાં ફોટા શેર કરતી રહે છે, જો કે તે વાત અલગ છે કે આજ દિન સુધી તેના પતિનો ચહેરો સામે આવ્યો નથી. કોઇને કોઇ કોન્ટ્રોવર્સી કરીને મીડિયામાં તે પોતાનુ સ્થાન સમયે સમયે જાળવી રાખે છે. તાજેતરમાં તેણે પીએમ મોદી પાસે કઇક એવી ગિફ્ટ માંગી છે જેને કારણે તે ચર્ચાનો વિષય બની છે.

રાખી ઈચ્છે છે કે પીએમ મોદી પાકિસ્તાન પર વિજય મેળવીને બતાવે. એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, ‘મારી ઇચ્છા છે કે આપણે કાશ્મીર જીતી લીધું છે તેમ આપણે પાકિસ્તાન ઉપર પણ જીત મેળવી લેવી જોઈએ. મોદીજી રોક્સ.’

ઉલ્લેખનીય છે કે, રાખીએ હાલમાં જ તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. 25 નવેમ્બરનાં રોજ, તેણે તેના જન્મદિવસની ઉજવણીનો એક વિડિઓ પણ શેર કર્યો. રાખીએ તેના પ્રશંસકોને એમ પણ કહ્યું કે આ વખતે તેણે પોતાનો જન્મદિવસ સીઝર સલાડ અને મોસમી જ્યૂસ સાથે ઉજવ્યો છે. જો કે, રાખીનાં જન્મદિવસ નિમિત્તે રાખીનાં પતિ રાકેશ ક્યાંય દેખાયા નહોતા.

ચાહકોને આશા હતી કે રાખીનાં જન્મદિવસનાં વિશેષ પ્રસંગે તેણીને તેના પતિને જોવાની તક મળશે, પરંતુ હંમેશની જેમ રાખીનો પતિ એક કોયડો જ બની રહ્યો. જણાવી દઈએ કે રાખી સાવંતે 28 જુલાઈએ મુંબઈની એક હોટલમાં એનઆરઆઈ સાથે ગુપ્ત લગ્ન કર્યા હતા. આ લગ્ન ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યા હતા. રાખી સાવંતનાં લગ્ન મુંબઇની જેડબ્લ્યુ મેરીઅટ હોટલનાં રૂમમાં થયા હતા. આ ગુપ્ત લગ્નમાં દંપતીનાં પરિવાર સિવાય 4-5 મહેમાનો હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.