રોડ અકસ્માત/ આંધ્રપ્રદેશમાં કારમાં આગ લાગતાં 6 લોકોનાં દાઝી જતાં મોત,બેની હાલત ગંભીર…

ચિત્તૂરના ચંદ્રગિરી વિસ્તાર પાસે પુથલાપટ્ટુ-નાયડુપેટા રોડ પર એક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઓઈલ સ્પીલ થવાના કારણે કારમાં આગ લાગી હતી

Top Stories India

આંધ્રપ્રદેશના ચિત્તૂરના ચંદ્રગિરી વિસ્તાર પાસે પુથલાપટ્ટુ-નાયડુપેટા રોડ પર એક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઓઈલ સ્પીલ થવાના કારણે કારમાં આગ લાગી હતી. કારમાં કુલ 8 લોકો સવાર હતા.પ્રાપ્ત માહિતી અનુસાર, આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં રવિવારે એક મોટો અકસ્માત થયો હતો. ચંદ્રગિરી ઝોન પાસે પુથલાપટ્ટુ-નૌડુપેટા રોડ પર એક કાર અથડાઈ હતી. ઈન્સ્પેક્ટર બી.વી. શ્રીનિવાસે જણાવ્યું હતું કે ઓઈલ ઢોળવાના કારણે કારમાં આગ લાગી હતી. કારમાં કુલ આઠ લોકો સવાર હતા. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.

 

 

ઈન્સ્પેક્ટર શ્રીનિવાસે જણાવ્યું કે બાકીના ત્રણને બચાવીને રુઈયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં સારવાર દરમિયાન અન્ય એકનું મોત થયું હતું. જ્યારે અન્ય બે ખરાબ રીતે દાઝી ગયા છે. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.