Not Set/ કર્ણાટક વિધાનપરિષદ માં બહુમતી મેળવવાના દાવ પેચ

વિધાનપરિષદની ૨૬ બેઠકોની ચૂંટણી સમયે ગોઠવાતા સોગઠા:જનતા દળ એસ સાથે સમજૂતી માટે પ્રયાસો:કોંગ્રેસના અસંતુષ્ટઓને સાથે લેવા પણ ભાજપની યોજના

India Trending

ભારતમાં રાજકારણ હોય કે ગમે તે ક્ષેત્ર હોય પણ ત્યાં કોઈ કાયમી દુશ્મન નથી કોઈ કાયમી મિત્ર નથી. કોઈ પણ પ્રકારની ચૂંટણી સમયે દુશ્મન કે પ્રતિસ્પર્ધી ક્યારે મિત્ર કે સહયોગી બની જાય તે નક્કી હોતું નથી.આખા દેશમાં આજે જોડાણના ભાગીદારો બદલવાનો ખેલ ચાલતોજ રહે છે. ક્યારે કોણ કોની સાથે અને કોની સાથે હોય છે એ નકકી હોતું નથી. દેશના ઘણા રાજ્યોમાં રાજકીય પક્ષ દ્વારા ભાગીદારો બદલવામાં આવ્યા છે.કેટલાક સ્થળોએ આજની તારીખમાં પણ આ પ્રયાસો ચાલતા રહે છે.


પૂર્વ પશ્ચિમ ઉત્તર ના રાજ્યોમાં તો આવા પ્રયોગો અનેક વખત થઈ ચૂક્યા છે.દક્ષિણમાં પણ આજ પ્રકારના પ્રયોગો ચાલતા રહે છે.દક્ષિણના પ્રવેશદ્વાર મનાતા કર્ણાટકમાં કેટલાક કાર્યકરોના પક્ષ પલટા બાદ કોંગ્રેસની ભાગીદારી વાળી જનતા દળ (એસ)ના નેતૃત્વ વળી સરકાર ગબડી પડી અને ભાજપની સરકાર રચાઈ.પેટાચૂંટણીઓમાં વિજય મેળવી ભાજપે છ માસ પહેલા સ્પષ્ટ બહુમતી પણ મેળવી લીધી.પરંતુ તાજેતરમાં યોજાયેલી બે બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપ પાસેથી કોંગ્રેસે આ બેઠક આંચકી લીધી.એક બાજુથી યે દિયુંરપ્પાના સ્થાને બોંમ્મઈ ને બેસાડ્યા તેનો કકળાટ ચાલુ જ છે. ત્યાં કર્ણાટકમાં વિધાન પરિષદની ૨૬ બેઠકોની ચૂંટણી આવી રહી છે.

BJP releases name of 9 candidates for biennial election to Legislative Council of Bihar and Karnataka | Karnataka News | Zee News

હવે કર્ણાટકમાં ભલે વિધાનસભામાં ભાજપની બહુમતી હોય પણ ઉપલાગૃહ ગણાતા વિધાનપરિષદમાં ભાજપની બહુમતી નથી.ભાજપનું પક્ષપલટો કરાવવાનું હથિયાર સફળ થયું નથી. હવે આગામી દિવસોમાં વિધાનપરિષદની ૨૬ બેઠકોની ચૂંટણી આવી રહી છે.આ ચૂંટણીમાં મોટાભાગની બેઠકો જીતી ભાજપ આ ઉપલા ગૃહમાં પણ બહુમતી મેળવવા માંગે છે.

BJP candidates Karnataka bypolls latest news | India News – India TV

આ ચૂંટણી માટે વિવિધ મતક્ષેત્રો માટે દસમી ડિસેમ્બરે મતદાન થવાનું છે.આ અંગે કોંગ્રેસ ૨૦ બેઠકો અને ભાજપ ૨૦ બેઠકો તેમજ જનતા દળ (એસ) ૧૦ જેટલી બેઠકો પર મેદાનમાં છે.કેટલાક અપક્ષ પણ મેદાનમાં છે.આ અંગે કોંગ્રેસ અને ભાજપ પોતાની રીતે વ્યૂહરચના ગોઠવી રહયા છે.
ભાજપની નેતાગીરી અને તેમાંય ખાસ કરીને નરેન્દ્ર મોદી આમાંનીમોટાભાગની બેઠકો જીતી વિધાનપરિષદમાં બહુમતી મેળવી લેવાના મૂડ માં છે.જો કે આ અંગે ભાજપ અને જનતા દળ (એસ) સાથે મળીને ચૂંટણી લડે તો કોંગ્રેસના ઘોર પરાજયની શકયતા છે.આ અંગે પહેલા પૂર્વ મુખ્યમંત્રી યેદી યુરપ્પા ને આ જવાબદારી સોંપવામાં આવી હતી.પરંતુ તેઓ તેમાં સફળ થયા નથી.

Yediyurappa may quit Karnataka CM's post before August 15: Sources | Deccan Herald

જનતા દળ દ્વારા એવી શરત મુકવામાં આવી છે કે જે બેઠકો પર જનતા દળ (એસ) લડે છે ત્યાં ભાજપે પોતાના ઉમેદવારો મુકવા ન જોઈએ.જો કે આ શરત ભાજપ સ્વીકારે તો તેની પોતાની બહુમતી થતી નથી.તેને જનતા દલ એસના ટેકા પર જ નભવું પડે તેમ છે.આ મામલો અહીંયા અટક્યો છે.

તાજેતરમાં સંસદભવનના પરિસરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન દેવગોડા સાથે મુલાકાત કરી હતી.બન્ને નેતાઓ વચ્ચે શુ ચર્ચા થઈ તે બહાર આવ્યું નથી.પરંતુ વિધાનપરિષદની ચૂંટણી બન્ને પક્ષ સાથે મળીને લડે તેવી શકયતા છે.જો કે બેઠકો અંગેનું ચિત્ર હજી સ્પષ્ટ નથી.જો કે સત્તાવાર રીતે તો હજી સમજૂતી જ થઈ નથી.જો કે અંદરખાને ગોઠવણ થયાની ચર્ચા છે.

જનતા દળ નું એક જૂથ ભાજપ સાથે સમજૂતી કરવાની તરફેણમાં છે.જ્યારે અન્ય એક જૂથ આ બાબત સાથે સંમત નથી.જો કે દેવગોડા ક્યારે પણ ભાજપના સમર્થક રહયા નથી.તેથી આ વ્યૂહરચના માત્ર અટકળો જ રહે છે કે વાસ્તવિકતા બને છે તે જોવાનું રહે છે.

આ સંજોગોમાં કોંગ્રેસમાં ચાલતી ટાંટિયાખેંચનો લાભ ઉઠાવવા માટેનો પ્લાન પણ બનાવવામાં આવ્યો છે. કોંગ્રેસના અસંતુષ્ટો ભાજપની સાથે રહે તેવી વ્યૂહ રચના ઘડવામાં આવી રહી છેજો કે કયો પ્લાન અમલમાં રહે અને કયો પ્લાન સફળ રહે તે જોવાનું રહે છે.

Omicron / રાજસ્થાનમાં ઓમિક્રોનની એન્ટ્રી, 9 કેસ આવ્યા સામે, દેશમાં કુલ સંક્રમિતનો આંક પહોચ્યો…

Omicron / જામનગરમાં ઓમિક્રોનના વધુ બે શંકાસ્પદ કેસ આવ્યા સામે, તંત્રની ચિંતામાં વધારો

પંચાયત ચૂંટણી / સરકાર દ્વારા અમારી સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે, અમે ચુંટણીમાં સહયોગ નહીં આપીએ

ગુજરાત / ગ્રામપંચાયત સમરસ બનાવવા કવાયત, શામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવવાનો વ્યૂહ

Gujarat / સિંહે પાલતુ પશુનું મારણ કર્યું તો આધેડ વ્યક્તિ પર દિપડાએ કર્યો હિસંક હુમલો

હિન્દુ ધર્મ / નવગ્રહ શાંતિના ખૂબ જ સરળ ઉપાય, જીવનમાં સુખ માટે અવશ્ય અજમાવો

ફરી કુદરતના ખોળે / સોહામણું શ્યામશિર ટપુશીયુ સુગરીના વપરાઈ ગયેલા માળામાં પોતાના ઈંડા મૂકે છે….

હિન્દુ ધર્મ / મૃત શરીરને અગ્નિ દાહ આપીએ છીએ, અને બીજી બાજુ  મૃત પ્રાણી શરીરને રસોડે લઈ જઈ આરોગીએ છીએ, જાણો શું કહે છે શાસ્ત્રો..?

હિન્દુ ધર્મ / આ નાનકડા ઉપાયથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે સાથે રોગનું જોખમ પણ ઘટે છે, આવો જાણીએ