Not Set/ અમદાવાદ: ઉચ્ચઅધિકારીઓનું દિવ્યાંગ વ્યક્તિ સાથે ભેદભાવભર્યું વર્તન, પોસ્ટ માસ્તર નોકરી છોડવા માટે થયો મજબુર

ભારત દેશમાં દિવ્યાંગ લોકો સામે અભણ લોકો કરતાં ભણેલા અને ઉચ્ચ કક્ષાએ ફરજ બજાવતા અધિકારીઓ જ ભેદભાવભર્યું વર્તન દાખવતા હોય છે. જેના કારણે દિવ્યાંગ લોકોને ભારે યાતનાઓ સહન કરવી પડે છે. કેન્દ્ર સરકાર દ્વારા દિવ્યાંગ લોકોને સામાન્ય પ્રવાહમાં લાવવાના પ્રયાસોને ભણેલા લોકો જ ફટકો પહોંચાડે છે. જેની સાબીતી આપતી ઘટના એ છે, કે દિવ્યાંગ પોસ્ટમાસ્તરને નોકરી […]

Top Stories
divyang અમદાવાદ: ઉચ્ચઅધિકારીઓનું દિવ્યાંગ વ્યક્તિ સાથે ભેદભાવભર્યું વર્તન, પોસ્ટ માસ્તર નોકરી છોડવા માટે થયો મજબુર

ભારત દેશમાં દિવ્યાંગ લોકો સામે અભણ લોકો કરતાં ભણેલા અને ઉચ્ચ કક્ષાએ ફરજ બજાવતા અધિકારીઓ જ ભેદભાવભર્યું વર્તન દાખવતા હોય છે. જેના કારણે દિવ્યાંગ લોકોને ભારે યાતનાઓ સહન કરવી પડે છે. કેન્દ્ર સરકાર દ્વારા દિવ્યાંગ લોકોને સામાન્ય પ્રવાહમાં લાવવાના પ્રયાસોને ભણેલા લોકો જ ફટકો પહોંચાડે છે. જેની સાબીતી આપતી ઘટના એ છે, કે દિવ્યાંગ પોસ્ટમાસ્તરને નોકરી છોડવાની નોબત આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા દિવ્યાંગ લોકો પણ સ્વમાનથી જીવી શકે અને સામાન્ય લોકોમાં ભળી જાય તે માટે ખાસ પ્રયાસો કરાય છે. ક્યારેક અભણ કરતાં પોતાની જાતને ઉચ્ચ માનતા શિક્ષિત લોકો દિવ્યાંગો પ્રત્યે ભેદભાવભર્યું વર્તન દાખવતા હોય છે. જેના પરિણાને દિવ્યાંગ લોકો માનશિક રીતે હતાશા નિરાશાની પીડા ભોગવતા હોય છે.

અમદાવાદની નવરંગપુરા પોસ્ટ ઓફિસમાં આસીસ્ટન્ટ પોસ્ટમાસ્તર તરીકે ફરજ બજાવતા શાંતિલાલ પટેલને કડવો અનુભવ થઈ રહ્યો છે. જેના કારણે તેઓ નોકરી છોડવા મજબુર બન્યા છે. બંને પગે અપંગ શાંતિલાલ પટેલ કચેરીના પહેલા માળે ફરજ બજાવે છે. જેના કારણે યાતના વેઠવી પડે છે. જેમણે તેમના ઉચ્ચ અધિકારીને વારંવાર ફરીયાદ કરવા છતાં તેમને મદદરુપ થવાને બદલે પરેશાન કરવામાં આવે છે.

શાંતિલાલ પટેલ (આસી.પોસ્ટ માસ્તર)નું કહેવું છે કે, તે પોતે દિવ્યાંગ છે અને તેમની પોસ્ટીંગ બીજા માળ પર કરી દેવામાં આવી છે. પણ તેમણી તકલીફ એ છે કે, જયારે તેમને વોશરૂમ માટે જવું હોય ત્યારે તેમણે સીડીઓ ઉતરીને નીચે આવું પડે છે, અને તે જગ્યાએ લીફ્ટની સુવીધા પણ નથી. તેમને સીડીઓ ઉતરવામાં તકલીફ પડે છે. જેના કારણે તેમણે પાણી પીવાનું પણ ઓછું કરી દીધું છે.

શાંતિલાલ પટેલએ કહ્યું કે, તેમણે સીનીયર અધિકારીઓને આ વિશે જાણ પણ કરી હતી. પણ તેમને કોઈ પણ જાતનો ન્યાય મળતો નથી. તેમણે શિસ્તભંગની ધમકીઓ આપવામાં આવે તેથી તે ખુબ જ કંટાળી ગયા છે. તેમણે કહ્યું કે, આવી માનશીક ત્રાસવાળી નોકરી કરવી એના કરતાં મારે સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ લઇ લેવી એ સારી.

અધિકારી દ્વારા સતત ઉપેક્ષા કરવામાં આવતી હોવાના કારણે શાંતિલાલ પટેલ પણ અત્યંત હતાશ અને નિરાશ બની ગયા છે. અંતે કંટાળી જઈને રજા પર ઉતરી જવા રીપોર્ટ કર્યો હતો. પણ રજાના મંજુર કરતાં નોકરી છાડવા માટે શાંતિલાલ મજબુર બન્યા છે. જેમે ઉચ્ચ કક્ષાએ રજુઆતો પણ કરી છે. છેવટે ન્યાય નહીં મળે તો નોકરીને કાયમી તિલાંજલી આપવાની નોબત આવશે.