વિધાનસભા ચૂંટણી/ અખિલેશ યાદવે રીટા બહુગુણા જોશીના પુત્ર મયંક જોશી સાથેની તસવીર પોસ્ટ કરી

નવી તસ્વીર સામે આવી છે. જેમાં ભાજપના નેતા રીટા બહુગુણા જોશીના પુત્ર મયંક સમાજવાદીના પ્રમુખ અખિલેશ યાદવ સાથે જોવા મળી રહ્યા છે

Top Stories India
14 13 અખિલેશ યાદવે રીટા બહુગુણા જોશીના પુત્ર મયંક જોશી સાથેની તસવીર પોસ્ટ કરી

યુપી ચૂંટણી વચ્ચે એક નવી તસ્વીર સામે આવી છે. જેમાં ભાજપના નેતા રીટા બહુગુણા જોશીના પુત્ર મયંક સમાજવાદીના પ્રમુખ અખિલેશ યાદવ સાથે જોવા મળી રહ્યા છે. આ પહેલા મયંક જોષીના સપામાં જોડાવા અંગે સતત અટકળો ચાલી રહી હતી. હવે અખિલેશે પોતે ટ્વિટર પર તેમની સાથેની તસવીર પોસ્ટ કરી છે.

લખનૌમાં વોટિંગ પહેલા રીટા બહુગુણા જોશીના પુત્ર મયંક જોશી અખિલેશ યાદવને મળ્યા બાદ હવે મયંકના સપામાં જોડાવાની અટકળોએ જોર પકડ્યું છે.ઉલ્લેખનીય છે  કે મયંક જોશી લખનૌ કેન્ટથી ભાજપની ટિકિટ માંગી રહ્યા હતા, પરંતુ તેમને ટિકિટ મળી ન હતી. જે બાદ તેઓ સતત પાર્ટીથી નારાજ હતા. હવે જો મયંક સપામાં જોડાય છે તો અખિલેશ યાદવ તેને લખનૌ કેન્ટથી ટિકિટ આપી શકે છે. તેમની સાથે એક ફોટો શેર કરતા અખિલેશે લખ્યું – “શ્રી મયંક જોશી જીની સૌજન્ય મુલાકાત”

રીટા બહુગુણા જોશીએ પણ પોતાના પુત્ર મયંક જોશીને પાર્ટીમાંથી ટિકિટ અપાવવા માટે ખૂબ જોર લગાવ્યું હતું. પરંતુ ભાજપે મયંકને ટિકિટ આપી ન હતી. રીટા બહુગુણા જોશીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે પુત્રને ટિકિટ આપ્યા બાદ તેઓ રાજીનામું આપવા તૈયાર છે. જો કે, જ્યારે પાર્ટીએ મયંકને ટિકિટ ન આપી, ત્યારે તેણે કહ્યું કે તે પાર્ટીના નિર્ણયનું સન્માન કરે છે. હાલમાં, જો અખિલેશ યાદવના ટ્વિટર હેન્ડલ પરથી મયંક જોશી સાથેની તસવીર શેર કરવામાં આવી છે, તો ચોક્કસપણે તેના ઘણા અર્થ થશે. કારણ કે દરેક વખતે અખિલેશ યાદવ કોઈ નેતાને પાર્ટીમાં સામેલ કરતા પહેલા એક તસવીર શેર કરે છે.