Ahmedabad/ અમદાવાદમાં ટ્રેન ઉથલાવવાનું ખતરનાક કાવતરું, 134 સ્લેપાટના 286 એન્કર ERC ઉખાડી દીધા

અમદાવાદમાં મોરેયા અને મટોડા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અજાણ્યા શખ્સે રેલવે દુર્ઘટના કરવાના ઇરાદે 134 સ્લેપાટના 286 એન્કર ERC ઉખાડી દીધા હતા.

Top Stories Ahmedabad Gujarat
શિવ 18 અમદાવાદમાં ટ્રેન ઉથલાવવાનું ખતરનાક કાવતરું, 134 સ્લેપાટના 286 એન્કર ERC ઉખાડી દીધા

અમદાવાદમાં મોરેયા અને મટોડા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અજાણ્યા શખ્સે રેલવે દુર્ઘટના કરવાના ઇરાદે 134 સ્લેપાટના 286 એન્કર ERC ઉખાડી દીધા હતા. અને ઝાંડીમાં ફેંકી દીધા હતા. જો કે મોટી દુર્ઘટના ટળી હતી.  જે અંગે સાબરમતી રેલવે સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ છે.

  • અમદાવાદમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ
  • મોરેયા અને મટોડા રેલવે સ્ટેશન વચ્ચે પ્રયાસ
  • 134 સ્લેપાટના 286 એન્કર ERC ઉખાડી દીધા
  • રેલવે દુર્ઘટના કરવાના ઇરાદે કાવતરું
  • સાબરમતી રેલવે સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના મોરૈયાથી મટોડા વચ્ચે ટ્રેનને ઉથલાવવાના ઈરાદા પૂર્વક આ બંને રેલવે સ્ટેશન વચ્ચે 286 જેટલા એન્કર ERC ઉખાડી નાખ્યા હતા. અને ઝાડીમાં નાંખી દીધા હતા. આ સમગ્ર મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે પણ તપાસ આરંભી છે, જ્યારે રેલવે પોલીસે પણ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. તેમજ જે વિસ્તાર વચ્ચે આ કૃત્ય કરવામાં આવ્યું છે તેની આસપાસ રેલવે ટ્રેકની સુરક્ષા વ્યવસ્થા વધારવા આવી છે. તેમજ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત રેલવે પોલીસને આસપાસની ઝાડીઓમાંથી પાટા પરથી દૂર કરવામાં આવેલા એન્કર મળી આવ્યા હતા. તેમજ તેના પગલે સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

Ahmedabad / અસામાજીક તત્વોની મિલ્કતો પર તવાઈ, બકુ ખાનનો બે માલનો બંગલો તોડી પાડવામાં આવ્યો

રાજકીય / ભાજપ અને સપા જનતાને ગેરમાર્ગે દોરે છેઃ હાર્દિક પટેલ