અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં પોલીસ દ્વારા અસામાજીક તત્વોની મિલ્કતો પર તવાઈ બોલાવાઈ હતી. સુલતાનખાન ગેંગના ખજાનચી કહેવાતા બકુ ખાનના બંગલાની પોલીસ અને AMC દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો. ગુજસીટૉકના ગુનામાં બકુ ખાનની ધરપકડ કરીને તેને કલમ 268 ની કાર્યવાહી કરીને જેલમાં મોકલવામાં આવ્યો હતો. બકુ ખાનના બે માળના ગેરકાયદેસર બંગલાને તોડી પાડવામાં આવ્યો હતો. કાર્યવાહી માટે સર્વેલન્સ માટે ડ્રોન કેમેરાની મદદ પણ લેવામાં આવી હતી
- વેજલપુરમાં પોલીસ દ્વારા કાર્યવાહી
- બકુખાનના બંગલા પર કરાઈ કાર્યવાહી
- સર્વેલન્સ માટે ડ્રોન કેમેરાની લેવાઈ મદદ
- AMC દ્વારા તોડી પાડવામાં આવ્યો
- સુલતાનખાન ગેંગનો સભ્ય છે બકુખાન
અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં આજે ડીસીપી પ્રેમસુખ ડેલુ સો જેટલા પોલીસ કર્મચારીઓ, ઘોડેસવાર પોલીસ કર્મચારીઓ સાથે ગુંડાની મિલ્કતો પર તવાઈ બોલાવવા આવી પહોંચ્યાં હતાં. આજે સુલતાનખાન ગેંગના ખજાનચી કહેવાતા બકુ ખાનના બંગલાની પોલીસ અને AMC દ્વારા તોડી પાડવામાં આવ્યો છે. ગુજસીટૉકના ગુનામાં બકુ ખાનની ધરપકડ કરીને તેને કલમ 268 ની કાર્યવાહી કરીને જેલમાં મોકલવામાં આવ્યો છે. બકુ ખાનના બે માળના ગેરકાયદેસર બંગલાને આજે તોડી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી માટે સર્વેલન્સ માટે ડ્રોન કેમેરાની મદદ પણ લેવામાં આવી હતી.
સુલતાન અને તેના ખજાનચી તરીકે ઓળખતા બકુખાન ઉર્ફે બક સૈયદની સામે પોલીસે ગુજસીટોક સહિતના અલગ અલગ ગુના નોધ્યા હતા. તેની ધરપકડ કરી તેમના સામે કડક પગલા ભર્યા હતા. અગાઉ પોલીસે નજીર વોરના ગેરકાયદે બાંધકામો અને સરકારી જમીન પર કબ્જા દુર કર્યા હતા. બકુખાન સામે અનેક ગુનાઓ દાખલ થયેલા છે. આ બિલ્ડીંગ ગેરકાયદે હોવાથી તેને તોડી પાડવા કાર્યવાહી હાથ ધરાઇ છે.આ વિસ્તાર સિવાય અન્ય કોઇ પણ વિસ્તારમાં ગુનેગારોના ગેરકાયદે બાંધકામો દુર તો ઠીક કાર્યવાહી પણ કરાતી ન હોવાની ચર્ચા છે.
કુખ્યાત ગુનેગાર સુલતાન ખાન વેજલપુર પોલીસ સ્ટેસનની હદમાં આવતા ફતેવાડી, જુહાપુરા સહિતના વિસ્તારમાં પોતાની ગેંગ ચલાવતો હતો. આ ગેંગના સદસ્યો સામાન્ય લોકો પાસે ખંડણી ઉઘરાવવી, સરકારી કે સામાન્ય લોકોની જમીનો પડાવી લેવી, અપહરણ કરીને માર મારવો, જુગાર-સટ્ટો ચલવવો અને મહિલાઓની છેડતી કરવા સહિતના કામ કરતા હતા. આ માથાભારે શખ્સો સામે ઘણાં લાંબા સમયથી કોઈ આકરી કાર્યવાહી નહોતી થતી. આખરે સેકટર-1 ના જોઇન્ટ કમિશનર રાજેન્દ્ર અસારી અને ઝોન- 7ના ડીસીપી પ્રેમસુખ ડેલુને ફરિયાદ મળતા તેમણે આ ગેંગની રજેરજની માહિતી એકઠી કરી હતી. આખરે લોકોની ફરિયાદ લઇને ગુનેગારો પર આકરી કાર્યવાહી હાથ ધરાઇ હતી.
