સાસરિયાના ત્રાસથી મહિલાનો આપઘાત : આજકાલ વધી રહેલ આત્મહત્યાના કિસ્સા દરમિયાન ફરીવાર એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેમાં આણંદના ઉમરેઠના થામણા ગામ ખાતે એક મહિલાએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આપઘાત પહેલા બહેને તેના ભાઈને ફોન કરીને સાસરિયાઓ ત્રાસ આપી રહ્યા હોવાની આપવીતી કરી હતી. મૃતક મહિલા સાસરિયાઓના ત્રાસથી એટલી કંટાળી ગઈ હતી કે ભાઈ તેના ઘરે પહોંચે તે પહેલા જ બહેને આપઘાત કરી લીધો હતો. ઉમરેઠ પોલીસે પતિ, સાસુ, સસરા વિરૂધ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે.
આ પણ વાંચો :મેંદરડા હાઈવે પર પત્નીની સામે જ અકસ્માતમાં પતિએ ગુમાવ્યો જીવ
સાસરિયાના ત્રાસથી આપઘાત કરનારની ઓડિયો ક્લિપ
ઓડિયો ક્લિપમાં બહેન કહી રહી છે કે, હું એક વાગ્યે નીકળું છું. જેના જવાબમાં ભાઈ કહે છે કે તારે ક્યાંય જવાની જરૂર નથી. હું આવી રહ્યો છું. જેના જવાબમાં બહેન કહી રહી છે કે, તું એકલો ન આવીશ. આ લોકો તને મારશે. સાથે જ બહેન એવું પણ જાણાવી રહી છે કે આ લોકો માર મારે છે અને ગાળો બોલે છે. જે મારાથી સહન નથી થતું. મહિલા વધુમાં પોતાની આપવીતી વર્ણવતા ભાઈને કહે છે કે, તેઓ વાળ પકડીને માર મારે છે. હું મરી જઈશ ત્યાં સુધી આ લોકો મને નહીં છોડે. મને મરી જવા દે. હું છોકરાઓને જોઈને પાછી આવી. આ લોકોની કશી દયા ન કરાય. હવે હું મરી જઈશ.
મૂળ પંચમહાલના અને હાલ કપડવંજ ખાતે રહેતી પ્રવીણાના લગ્ન 2012માં થામણા ગામે રહેતા મુકેશ ગોહેલ સાથે થયા હતા. પ્રવીણા અને મુકેશને સંતાનમાં બે દીકરા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, એવી પણ માહિતી મળી છે કે લગ્નના એક વર્ષ બાદ જ પ્રવીણાને તેનો પતિ અને સસરા તેમજ સાસુ શારીરિક અને માનસિક ત્રાસ આપવા માંડ્યા હતા. તેમજ મહિલાને માર પણ મારવામાં આવતો હતો. જોકે, પોતાનો સંસાર ટકી રહે તે માટે મહિલા મૂંગા મોઢે સાસરીવાળાનો ત્રાસ સહન કરતી રહી હતી.
આ પણ વાંચો :કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ – કાર્યકરો વચ્ચે ઘર્ષણ, પરેશ ધાણાનીને માથામાં પહોંચી ઈજા
મહિલાએ વધુમાં પોતાની આપવીતી વર્ણવતા ભાઈને કહે છે કે, તેઓ વાળ પકડીને માર મારે છે. હું મરી જઈશ ત્યાં સુધી આ લોકો મને નહીં છોડે. મને મરી જવા દે. હું છોકરાઓને જોઈને પાછી આવી. આ લોકોની કશી દયા ન કરાય. હવે હું મરી જઈશ. આ ઉપરાંત એવી પણ માહિતી મળી છે કે, આપઘાત કરી લેનાર પરિણીતા પહેલા બાળકો સાથે નહેરમાં આપઘાત કરવા માટે પહોંચી હતી. જોકે, નહેરમાં પાણી ન હોવાથી તે પરત આવી ગઈ હતી. ત્યારબાદ ઘરે આવીને ગળેફાંસો ખાઈ લીધો હતો. હાલ આ મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો :ડાયમંડ સીટી કહેવાતુ સુરત બન્યુ માથાભારે તત્વોનું એપી સેન્ટર
આ પણ વાંચો : ગોધરા નગર પાલિકા તંત્રની બેદરકારી સામે સ્થાનિક રહીશોમાં રોષ
