જુનાગઢ/ મેંદરડા હાઈવે પર પત્નીની સામે જ અકસ્માતમાં પતિએ ગુમાવ્યો જીવ

મેંદરડા હાઈવે પર બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પત્નીની નજર સામે જ પતિનું મોત નિપજતાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા….

Gujarat Others
અકસ્માતમાં

ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે અનેક લોકોને પોતાનો તેમજ પોતાના સ્વજનોનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. હાલમાં આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ જિલ્લાના મેંદરડા હાઇવે પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જોયો હતો.મેંદરડા હાઇવે પર અકસ્માત સર્જાતા લોકો દોડી આવ્યા હતા. અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું છે.

આ પણ વાંચો :MC દ્વારા શહેરભરમાં ૨૬ ટીમો દ્વારા  સિરો સર્વેલન્સની કામગીરી જોરશોરથી શરૂ : મેયર ડૉ.પ્રદીપ ડવ

મળતી માહિતી અનુસર, જુનાગઢના મેંદરડા હાઈવે પર બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પત્નીની નજર સામે જ પતિનું મોત નિપજતાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતમાં કાર અને બાઈક બંનેના કચ્ચરઘાણ વળી ગયા હતા. બનાવને પગલે પોલીસે અકસ્માતે મોત સંદર્ભમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ રોડ પર ડિવાઈડર નથી અને રોડ પર વાહનો પણ બેફામ જતા હોય છે. અહીં આ રોડ પર એક સ્વીફ્ટ કારે બાઈક સવાર દંપત્તીને અડફેટે લઈ લીધા હતા. અકસ્માતમાં મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ હતી પરંતુ તેમના પતિનું મૃત્યુ થયું હતું. મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવી હતી જ્યારે ઈજાગ્રસ્ત પત્નીને સારવાર માટે ખસેડાયા હતા.

આ પણ વાંચો :ગોધરા નગર પાલિકા તંત્રની બેદરકારી સામે સ્થાનિક રહીશોમાં રોષ

 હાઇવે પર એક સ્વિફ્ટ કાર સાથે બાઇકનો અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં પત્નીની નજર સામે જ પતિનું મોત નીપજ્યું હતું જ્યારે પત્નીને ગંભીર ઇજા પહોંચી હતી. બાઇક સવાર આ દંપતિને સ્વીફ્ટ ચાલકે અડફેટે લીધા હતા. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે લઈ જવામાં આવી હતી જ્યારે મૃતકને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની તપાસ હાથ ધરવામાં આવી હતી.

અકસ્માતનો ભોગ બનનાર દંપતિ GJ-3N-4463 નંબરની મોટર સાયકલ પર સવાર હતું. બાઈકનો સ્વિફ્ટ સાથે અકસ્માત સર્જાયો હતો. જો કે, આ સ્વિફ્ટ કારમાં કેટલા મુસાફરો હતો તેમજ તે જાણી શકાયું નથી પણ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :દેશમાં સૌ પ્રથમ રાજકોટ ચિત્રનગરીના કલાકારોએ દીવાલો પર ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતના 7 ખેલાડીઓના ચિત્રો બનાવ્યા

આ પણ વાંચો :કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ – કાર્યકરો વચ્ચે ઘર્ષણ, પરેશ ધાણાનીને માથામાં પહોંચી ઈજા

આ પણ વાંચો :ગોંડલમાં સરકારી તંત્રની “એકને ગોળ એકને ખોળ” નીતિ સામે કોંગ્રેસે પાઠવ્યું આવેદનપત્ર