Ahmedabad News : અમદાવાદ(Ahmedbad)ના રાયપુર(Raipur)ના રહેવાસી યુવકનું અપહરણ કરવામાં આવ્યું. જેમાં યુવક ગાંધીનગર(Gandhinagar) પત્નીને લેવા માટે ગયો હતો જે દરમ્યાન આ ઘટના બની હતી. પત્નીએ તેના પ્રેમી અને મિત્રો સાથે મળી સમગ્ર પ્લાન ઘડ્યો હોવાનો ઘટસ્પોટ થયો હતો. મહત્વનું છે કે પોલીસે યુવતી અને તેના પ્રેમી સહિત 4 સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે. યુવકના અપહરણને લઈને યુવકના 100થી વધુ સગા સંબધીઓ અડાલજ પોલીસ સ્ટેશને હોબાળો મચાવ્યો.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પતિ જ્યારે અમદાવાદથી ગાંધીનગર પત્નીને લેવા ગયો ત્યારે તેણી પોતાના પતિની માહિતી તેના મિત્રને આપતી હતી. જેને આધારે પતિ ભાવિક જ્યારે અમદાવાદ પહોંચ્યો ત્યારે તેની એક્ટિવાને ટક્કર મારી આરોપીઑ તેનું અપહરણ કરી લઈ ગયા હતા. ગઈકાલથી યુવકના અપહરણ બાદ આરોપી ઝડપાયા છતાં યુવકની ભાળ ન હોવાથી પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ અડાલજ પોલીસ તપાસ ન કરતી હોવાનો આરોપ લગાવ્યો છે.
મળતી માહિતી મુજબ અપહરણકર્તાઓએ પતિનુ દુપટ્ટા વડે ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. જે બાદ તેને કેનાલમાં ફેંકી દીધો હતો. હજુ સુધી અપહરણ થયેલા યુવાનની કોઈ ભાળ મળી નથી. યુવકની ગુમ થવાની જાણ થતા જ તેના પરિવારજનો મોટી સંખ્યામાં પોલીસ મથકે પહોંચ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો. હાલ પોલીસે યુવાનને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: સુરતના અપહરણ વિથ લૂંટ કેસમાં વધુ એકની ધરપકડ
આ પણ વાંચો: UP ની યુવતીનું ગામમાંથી અપહરણ, 2 મહિના સુધી દુષ્કર્મ ; પોલીસે બચાવી
આ પણ વાંચો: યુપીમાં કર્નલની પત્નીનું અપહરણ કરી બળાત્કારનો પ્રયાસ
