Surat News : સુરતના અપહરણ વિથ લૂંટ કેસમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે. અપહરણ વિથ લૂંટનો આ ગુનો રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જેમાં વધુ એક આરોપીને પોલીસે ઝડપી લીધો છે. તપાસમાં તેનુ નામ ગણેશ ઉર્ફે રાવસિયા જ્ઞાનેશ્વર પાટીલ હોવાનું બહાર આવ્યું છે.અગાઉ આ ગુન્હામાં મુખ્ય આરોપી સહિત 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
જ્યારે હાલમાં ઝડપાયેલો આરોપી ગણેશ પાટીલ આ ગુનામાં વોન્ટેડ હતો. આ બનાવમાં આરોપીઓએ રાંદેરના યુવકનું કારમાં અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ આરોપીઓએ યુવક પાસેથી રૂ. 31 લાખના USDT, રોકડા 18 હજારની લૂંટ કરી હતી.SOGએ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.