રાજકોટ,
રાજકોટ શાપર વેરાવળના પડવલા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી યુવક-યુવતીનો આપઘાત કર્યો . આપઘાતના પગલે શાપર વેરાવળમાં ચકચાર મચી ગઇ હતી.
ઘટનાની જાણ થતા મોટા લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
મૃતદેહોને પીએમ અર્થે ખસેડી તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક યુવતી પ્રેમી હોવાનુ તારણ કરવામાં આવ્યુ છે. યુવક-યુવતીએ વહેલી સવારે ટ્રેન હેઠળ આપઘાત કરી લીધો હોવાનું લોકોનું કહેવું છે. હાલ પોલીસ વધુ તપાસ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
