Not Set/ કચ્છ: વ્હાઈટહાઉસ પબ્લીક સ્કૂલમાં કરાયેલા ફી વધારા મુદ્દે વાલી-સંચાલકો વચ્ચે સર્જાયું ઘર્ષણ

કચ્છ ગુજરાતમાં શાળાઓની ફી મુદ્દે વાલી-સંચાલક ઘર્ષણ જોવા મળ્યું હતું. વ્હાઈટ હાઉસ પબ્લીક સ્કૂલે ફી વધારો કરતા વાલીઓમાં આક્રોશ હતો. વાલીઓએ આ મામલે, શાળા સંચાલકો અને શિક્ષણાધિકારીને આવેદન પત્ર પાઠવીને રજુઆત કરી હતી. વ્હાઈટ હાઉસ સ્કૂલ છાત્રોના વાલી મંડળે અગાઉ બેઠક યોજીને સ્કૂલ દ્વારા લેવાતા ૩૦ ટકા ફી વધારા, ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, પુસ્તકો અને અન્ય […]

Top Stories
સુરત 2 કચ્છ: વ્હાઈટહાઉસ પબ્લીક સ્કૂલમાં કરાયેલા ફી વધારા મુદ્દે વાલી-સંચાલકો વચ્ચે સર્જાયું ઘર્ષણ

કચ્છ

ગુજરાતમાં શાળાઓની ફી મુદ્દે વાલી-સંચાલક ઘર્ષણ જોવા મળ્યું હતું. વ્હાઈટ હાઉસ પબ્લીક સ્કૂલે ફી વધારો કરતા વાલીઓમાં આક્રોશ હતો. વાલીઓએ આ મામલે, શાળા સંચાલકો અને શિક્ષણાધિકારીને આવેદન પત્ર પાઠવીને રજુઆત કરી હતી. વ્હાઈટ હાઉસ સ્કૂલ છાત્રોના વાલી મંડળે અગાઉ બેઠક યોજીને સ્કૂલ દ્વારા લેવાતા ૩૦ ટકા ફી વધારા, ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, પુસ્તકો અને અન્ય પ્રોજેકટ્સના ચાર્જ નોકરીયાત વર્ગને પરવડે તેમ નથી.

તેવી રજુઆત બાદ, શાળાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અપાયેલી મંજુરી અનુસાર જ, ફી લેવામાં આવે છે. તેમાં કોઈ બાંધછોડ કરવામાં નહી આવે, શાળાના જવાબ બાદ, વાલીઓએ શિક્ષણાધિકારીને રજુઆત કરી હતી. શિક્ષણાધિકારી રાકેશ વ્યાસે જણાવ્યું હતું કે, વાલીઓની રજુઆત ધ્યાને લઈ, શાળામાં તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ ઉચ્ચસ્તરે રીપોર્ટ રજુ કરાશે.

સુરત 3 કચ્છ: વ્હાઈટહાઉસ પબ્લીક સ્કૂલમાં કરાયેલા ફી વધારા મુદ્દે વાલી-સંચાલકો વચ્ચે સર્જાયું ઘર્ષણ

ગુજરાતમાં શાળાઓની ફી મુદ્દે સરકારે ફી નિયમનનો કાયદો પસાર કર્યા બાદ, સ્કૂલ સંચાલકો અને વાલીઓ વચ્ચેની બબાલ ખુબ વધી ગઈ છે. તેવામાં ભુજની વ્હાઈટ હાઉસ પબ્લીક સ્કૂલ દ્વારા ફી વધારો કરાતા વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અને વાલીઓએ આ મામલે શાળાના સંચાલકો અને શિક્ષણાધિકારીને આવેદન પત્ર પાઠવીને રજુઆત કરી હતી. વ્હાઈટ હાઉસ સ્કૂલમાં અભ્યાસ કરતા છાત્રોના વાલી મંડળે અગાઉ બેઠક યોજીને સ્કૂલ દ્વારા ૩૦ ટકા ફી વધારો ઝીંકાયો છે, તે અંગે રજુઆત કરવા નિર્ણય કર્યો હતો.

જે અંતર્ગત આજે શાળાના આચાર્ય અને સંચાલકો તેમજ શિક્ષણાધિકારીને આવેદન પત્ર પાઠવીને અસહ્ય ફી વધારો પરત ખેંચવાની માંગ કરી હતી. વાલીઓએ સરકારના ફી નિયમનધારાનું ઉલંઘન થતું હોવાની ફરિયાદ કરી હતી. વાલીઓએ આક્રોશ સાથે કહ્યું હતું કે, બાલ મંદિરના બાળકોની ૧પ હજાર ફી ઉઘરાવવામાં આવે છે. અને ૬ હજાર ટ્રાન્સપોર્ટેશન અલગથી લેવામાં આવે છે.

આ ઉપરાંત પ્રાથમિક વિભાગમાં ૪૦ હજાર જેટલી ફી અને માધ્યમિકમાં ૬૦ હજાર જેટલી ફી વસુલવામાં આવે છે. ત્યારે આટલી તોતીંગ ફી વાલીઓ માટે અસહ્ય હોવાનું જણાવાયું હતું. ફી ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, પુસ્તકો, બુકો અને અન્ય પ્રોજેકટના ચાર્જ પણ અલગથી લાગે છે. ત્યારે નોકરીયાત વર્ગને આવી તોતીંગ ફી પરવડે તેમ નથી.

જેને લઈને આજે કરાયેલ રજુઆત બાદ શાળાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અપાયેલી મંજુરી અનુસાર જ ફી લેવામાં આવે છે અને તેમાં કોઈ બાંધછોડ કરવામાં નહી આવે, શાળાના અપાયેલા જવાબ બાદ વાલીઓએ શિક્ષણાધિકારીને રજુઆત કરી હતી. જેમાં શિક્ષણાધિકારી રાકેશ વ્યાસે જણાવ્યું હતું કે, વાલીઓની રજુઆત ધ્યાને લઈને શાળામાં તપાસ કરવામાં આવશે અને ત્યાર બાદ ઉચ્ચસ્તરે રીપોર્ટ રજુ કરાશે.