Gujarat News/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે ધોરીમાર્ગો ને થયેલા નુકશાન સામે યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે માર્ગ મકાન વિભાગને દિશાનિર્દેશો આપ્યા

સમગ્ર રાજ્યમાં માર્ગ મરામતની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે

Top Stories Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે ધોરીમાર્ગો ને થયેલા નુકશાન સામે યુદ્ધના ધોરણે કામગીરી કરી માર્ગો પૂન: વાહન વ્યવહાર યુક્ત કરવા માટે માર્ગ મકાન વિભાગને દિશાનિર્દેશો આપ્યા છે.માર્ગ મકાન વિભાગ દ્વારા આ સંદર્ભમાં સમગ્ર રાજ્યમાં માર્ગ મરામતની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે.

આવી કામગીરી ની વિગતો જોઈએ તો

માર્ગ અને મકાન વિભાગ હેઠળ ની કુલ લંબાઈ = 1,16,000 કિ.મી.જે પૈકી 01-09-2024 સુધી કુલ નુકસાન પામેલ લંબાઈ = 3,610 કિ.મી. નુકસાન પામેલ લંબાઈ પૈકી જીલ્લા ના મુખ્ય માર્ગો ની મરામત તા. ૭-૯-૨૪સુધી માં પુર્ણ કરવા તથા ગ્રામ્ય માર્ગો ની મરામત 15-09-24 સુધી માં પુર્ણ કરવા સુચના આપવામાં આવી છે.વિભાગ દ્વારા જી.એચ. બી., ડ્રાય મેટલ તથા કોલ્ડ મીક્ષ ડામર વાપરી હંગામી ધોરણે મરામત ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ક્ષેત્રીય કક્ષાએ કાર્યરત ટીમો ને મરામત ની કામગીરી યુધ્ધ ના ધોરણે હાથ ધરવા સુચના આપવામાં આવી છે એટલું જ નહિ ગાંધીનગર ખાતે થી સચિવશ્રીઓ ના માર્ગદર્શન હેઠળ મુખ્ય ઈજનેરશ્રીઓ દ્વારા સતત આ બાબત નું સંચાલન કરે છે. તમામ તાલુકાઓ માં ચાલતી કામગીરી નો રીવ્યુ સ્થાનિક કલેકટર , પ્રભારી મંત્રી/સચિવશ્રીઓ  દ્વારા વિભાગ ના સંકલન સાથે થઈ રહ્યો છે.

કાયમી મરામત, ઉઘાડ નિકળ્યા બાદ હાથ ધરવામાં આવશે.તાત્કાલીક ધોરણે ક્ષેત્રીય કક્ષાએ જેસીબી-731, ડમ્પર-699, ટ્રેક્ટર-557,હીટાચી-7, રોલર- 65, લોડર-14, ટ્રી-કટર- 48, પેવર = 4 થી મરામત કામગીરી ઉપાડવામાં આવી છે.આ હેતુસર અંદાજે 6,487 કામદારો સાથે કુલ 466 ટીમો કાર્યરત છે.જે જગ્યાઓએ સ્ટ્રકચર તુટી ગયા છે, ત્યાં તાત્કાલિક ડાયવર્ઝન બનાવી વાહન વ્યવહાર પુનઃસ્થાપીત કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.આવા સ્થળો એ વાહન વ્યવહાર વૈકલ્પિક રસ્તા ઓ પર ડાયવર્ટ કરવામાં આવેલ છે તથા તે માટેના સુચનાત્મક બોર્ડ લગાવવા સુચના આપી દેવામાં આવેલ છે.

અન્ય તમામ સ્ટ્ર્કચર નું રી-વેરીફિકેશન કરી જરૂરી સલામતી ના પગલાં લેવા માટે ક્ષેત્રીય કચેરીઓ ને સુચના આપવામાં આવેલ છે. કામગીરી ચાલુ હોઈ તેવા સેક્સન માં વિભાગ ના અધિકારી, કર્મચારી તથા કામદારો દ્વારા સલામતી ના ભાગ રુપે જેકેટ પહેરી તથા “કામગીરી ચાલુ છે” જેવા સાવધાની સુચક બોર્ડ રાખી કામગીરી કરવા સુચના અપાયેલ છે.

નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈંડીયા હસ્તક ના કુલ 2894 કીમી. ના રાષ્ટ્રીય ધોરી માર્ગોની નુકસાન પામેલ અંદાજે 139 કિમી. લંબાઈ ની મરામત ની કામગીરી રાજ્ય સરકારના સંપર્કમાં રહી N.H.A.I દ્વારા હાથ ધરવા માં આવેલ છે.
આ અન્વયે વડોદરા-વાપી, રાજકોટ-જેતપુર, ચિલોડા – હિંમતનગર તથા અન્ય રસ્તાઓ માં યુધ્ધ ના ધોરણે સમારકામ ની કામગીરી ચાલુ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબો માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

આ પણ વાંચો:રાજ્યના કરાર આધારિત તજજ્ઞ તબીબોના હિતલક્ષી નિર્ણય

આ પણ વાંચો:રાજ્ય આરોગ્ય સેવાઓ માટે એકસાથે ૧૧૧૦ જેટલા તબીબો ઉપલબ્ધ થયા