Ahmedabad News/ સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટ બન્યું નફ્ફટ ! માગવા છતા AMC કે DEOને ન આપ્યા દસ્તાવેજ

જનાક્રોશ વાલી મંડળના 30 થી વધુ સભ્યોએ સેવન્થ ડે સ્કૂલ ખાતે ભેગા થયા હતા અને શાળા મેનેજમેન્ટને બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. વાલીઓએ શાળાની માન્યતા, બાંધકામ અને સંચાલન સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજોની માંગ કરી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News:અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના બનાવ બાદ, વાલીઓનો ગુસ્સો દિવસેને દિવસે  શાળા વહીવટ અને મેનેજમેન્ટ સામે વધી રહ્યો છે જેના કારણે ઘણા સવાલો ઊભા થયા છે.એટલુ જ નહીં હત્યા બાદ, શાળાની માન્યતા અને દસ્તાવેજો અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે. જનાક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિએ શાળા વહીવટ સામે કડક વલણ અપનાવ્યું છે, જેમાં તમામ પુરાવા જાહેર કરવાની માગ કરવામાં આવી છે.

જનાક્રોશ વાલી મંડળના 30 થી વધુ સભ્યોએ સેવન્થ ડે સ્કૂલ ખાતે ભેગા થયા હતા અને શાળા મેનેજમેન્ટને (School Management) બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. વાલીઓએ શાળાની માન્યતા, બાંધકામ અને સંચાલન સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજોની માંગ કરી છે.

વાલીઓએ માગેલા મુખ્ય દસ્તાવેજોમાં (Documents) માન્યતા પ્રમાણપત્ર, શાળાની જમીન લીઝ સંબંધિત દસ્તાવેજો, BU  પરવાનગીનો પુરાવો અને AMC તરફથી કારણ બતાવો નોટિસ, અન્ય માહિતી શામેલ છે. વાલી મંડળ માંગ કરે છે કે આ બધા દસ્તાવેજો ફક્ત તેમને જ નહીં, પરંતુ સરકાર અને તમામ વાલીઓને પણ ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી શાળાની કાયદેસરતા અંગેની શંકાઓ દૂર થાય.

નોંધનીય છે કે ફક્ત વાલીઓ જ નહીં, પરંતુ સરકારી વિભાગોએ પણ શાળાના દસ્તાવેજોની માંગણી કરી છે. જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) એ અગાઉ શાળા પાસેથી 12 મહત્વપૂર્ણ દસ્તાવેજોની માંગણી કરી હતી. બે દિવસ પહેલા, AMC ના મિલકત વિભાગે BU અને લીઝ અંગે શાળાને કારણદર્શક નોટિસ જારી કરી હતી. જો કે, અહેવાલો અનુસાર, શાળા વહીવટીતંત્ર AMC કે DEO ને આ દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ ગયું. હવે, પેરેન્ટ્સ બોર્ડે માંગણી કરી છે કે શાળા મેનેજમેન્ટ આગામી બે દિવસમાં વાલીઓને આ બધા પુરાવા પૂરા પાડે. જો આ પુરાવા રજૂ કરવામાં નહીં આવે, તો પેરેન્ટ્સ બોર્ડ ભવિષ્યની કાર્યવાહીનો નિર્ણય લેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની મુશ્કેલીમાં મોટો વધારો, AMC એસ્ટેટ વિભાગે શો કોઝ નોટિસ ફટકારી

આ પણ વાંચો:સેવન્થ ડે સ્કૂલમાં ગેરકાયદે બાંધકામ અને લીઝ ભંગ, AMC-DEO તપાસ શરૂ

આ પણ વાંચો:સેવન્થ ડે સ્કૂલમાં બે નિરીક્ષકની નિમણૂક:ઓફલાઈન શાળા શરૂ થયા બાદ તમામ ગતિવિધિ પર નજર રાખશે