Lifestyle: લગ્નસરાની સિઝન (Marriage Season) ચાલી રહી છે અને નવા કપડાં, દાગીના (Jewelry), મેક-અપ વગેરેની ખરીદી પૂરજોશમાં છે! પરંતુ, આ તમામ ખરીદીમાં એક વસ્તુને આપણે લગભગ નજરઅંદાજ કરી દઇએ છીએ અને એની ખરીદી છેલ્લે ઉતાવળમાં જ કરવી પડે છે, એ વસ્તુ છે પગરખાં! તમારા મોંઘા અને સ્ટાઇલિશ પહેરવેશની સાથે મૅચ થાય અને એથીયે જરુરી બાબત છે કમ્ફર્ટેબલ લાગે એવા ફૂટવેરની ખરીદી!
તમારે ફૂટવેર (Foot wear)ને પણ એટલું જ પ્રાધાન્ય આપવું જોઇએ જેટલું તમે કપડાંને આપો છો. કારણ કે, પગથી માથા સુધી પરફેક્ટ લુક માટે આ અત્યંત જરુરી બાબત છે. લગ્ન કરતી કન્યા (Bride) હોય, એની સહેલીઓ હોય કે પછી લગ્નમાં મહાલતા મહેમાનો…ફૂટવેર તો બધા માટે અનિવાર્ય વસ્તુ હોય છે. અને વિશેષ ફંકશનો (Function)માં તો તમારે ટ્રેડિશનલ પરિધાન (Traditional Wear) સાથે કયા ફૂટવેર પસંદ કરવા એ મૂંઝવણને દૂર કરવા માટે અમે તમારા માટે કેટલાક ટ્રેન્ડ (Trend) મુજબના ફૂટવેર ડિઝાઇન્સ લઇને આવ્યા છીએ જે તમારા દરેક આઉટફીટ સાથે આંખે ઉડીને વળગે એવા તમારા પગને શોભાવશે!

1. મૅટાલિક સેન્ડલ્સ
લગ્ન કે અન્ય શુભ પ્રસંગોમાં પહેરવા માટે ગોલ્ડન અથવા સિલ્વર કલરના મૅટાલિક સેન્ડલ (Metallic Sandles) તદ્દન પરફેક્ટ લાગશે. કોઈ પણ જાતના, ટ્રેડિશનલ કે વેસ્ટર્ન ફ્યુઝન આઉટફીટ સાથે એ ફિટ રહેશે અને સોનામાં સુગંધ જેવી વાત એ છે કે, પ્રસંગ પતી ગયા પછી પણ તમે ઑફિસની કે અન્ય પાર્ટીમાં પહેરી શકો છો!

2.ગોલ્ડન રંગના સ્નીકર્સ શૂઝ
જો તમે લગ્ન ફંકશનમાં ચણિયાચોળી (Chaniya Choli) પહેરવાનું વિચારી રહ્યાં છે તો તમારે હિલ્સ ન પહેરવી જોઇએ. એના સ્થાને તમે ગોલ્ડન રંગના સ્નીકર્સ શૂઝ (Sneakers Shoes) પહેરી શકો છો. હાલ આ પ્રકારના શૂઝ સૌથી વધુ ટ્રેન્ડિંગ છે અને એના ભરતકામના કારણે એથનિક વેર સાથે મૅચ પણ થઇ જશે. તમે એ પહેરીને કમ્ફર્ટેબલ મહેસૂસ કરશો અને પાર્ટી કે ફંકશનમાં આરામથી ડાન્સ પણ કરી શકશો!

3. ભરતકામ કરેલી મોજડી
પરંપરાગત પરિધાનની સાથે હંમેશાં મોજડી (Mojadi) ઉત્તમ લાગે છે. આ લગ્નસરામાં તમે કોઇ પણ રંગની, સોનેરી, રુપેરી કે પછી કલરફૂલ એમ્બ્રોઇડરીવાળી મોજડીઓ ધારણ કરી શકો છો. સાડી કે ચણિયાચોળી, ગમે તે કપડાં સાથે એ સરસ રીતે મૅચ થઇ જશે! આવી મોજડીઓ પહેરવામાં અત્યંત આરામદાયક હોય છે અને એ પહેરીને તમારા નાના બાળકને તેડીને ફંકશનમાં મહાલવામાં પણ મુશ્કેલી નહિં થાય!

4. બેકસ્ટ્રેપ હીલ્સવાળાં પગરખાં
જો તમે ગ્લૅમરસ દેખાવા માંગતા હો તો તમારા માટે બેક સ્ટ્રેપ હીલ્સ (Back Strep Heels) વાળાં પગરખાં બેસ્ટ રહેશે. ટ્રેડિશનલ આઉટફિટ સાથે આવી હીલ્સ શાનદાર દેખાય છે અને તમારા લુકને ઓર એલિગન્ટ (Elegant) બનાવે છે. જો તમે આ લગ્ન સિઝનમાં આ ખરીદીને પહેરશો તો લોકોની નજર તમારા પગ પરથી હટશે જ નહિં!

5. મિડ-ટૉપ બ્લૉક હીલ્સ વાળા સેન્ડલ
સમગ્ર ફંકશનમાં તમે તમારા લુકથી તદ્દન અલગ તરી આવવા માગતા હો તો સાડી, શરારા, ડ્રેસ કે ચણિયાચોળી વગેરે સાથે મિડ-ટૉપ બ્લૉક હીલ્સ (Mid-top Block Heels) વાળા સેન્ડલ ચાર ચાંદ લગાવી દેશે! આ ફૂટવેર જોવામાં અત્યંત આકર્ષક હોય છે એટલું જ નહિં પણ એની ખાસ બાબત એ છે કે તમે એને કોઇ પણ પ્રકારના પહેરવેશ સાથે પહેરી શકો છો.

6. ઓપન ટૉ બ્લૉક હીલ સેન્ડલ
જો તમે કોઇ લગ્નની કે અન્ય પ્રસંગની ડાન્સ પાર્ટીમાં જવાના હો તો તમે ઓપન ટૉ બ્લૉક હીલ (Open toe block heel)સેન્ડલ પહેરી શકો છો. ઇન્ડિયન આઉટફીટને એક ગરિમાપૂર્ણ ટચ આપવામાં આ પગરખાં સહાયક બને છે. એનાથી તમારી સુંદરતા વધી જશે!

7. મિરર વર્ક અને ગોટા પટ્ટી વાળા સપાટ સેન્ડલ
ચમક-દમક વાળા ફૂટવેરમાં મિરર વર્ક અને ગોટા પટ્ટી સપાટ સેન્ડલ (Mirror Work Sandals) પણ પાછળ નથી! તમારા લુકને કમ્પ્લિટ કરવામાં ચાટલા જડેલા પગરખાં પણ સ્ટાઇલિશ લાગે છે અને ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ સાથે ખૂબ સુંદર લાગે છે.
આ પણ વાંચો: બ્યુટી પાર્લર નથી જવું, નો ટૅન્શન! ફેશિયલ જેવો નિખાર જોઇએ છે? આજથી જ આ ફળોને ચહેરા પર લગાવો!
આ પણ વાંચો: ગરબા રમતી વખતે પરસેવાથી તમારો મેકઅપ બગડશે નહીં, આ 5 બ્યુટી ટિપ્સથી અપનાવો
