Lifestyle: લગ્નના ફંકશનમાં પરી જેવા ખૂબસૂરત લાગવાનું બધી જ કન્યા (Bride)નું સપનું હોય છે પણ પસંદગી અને વર્તમાન ટ્રેન્ડની ઝાઝી ખબર ન હોવાથી લોકો મૂંઝાતા હોય છે. તો ચાલો, આ મૂંઝવણનો અંત લાવી દઇએ અને જાણીએ કેટલીક નાની પણ ખૂબસૂરત નથણીની લેટેસ્ટ ટ્રેન્ડિંગ ડિઝાઇનો વિશે…
લગ્નના મંડપમાં તમારા સાજ-શણગાર અવ્વલ દરજ્જાના હોય એ આવશ્યક છે. કારણ કે, આ દિવસે સૌની નજર દુલ્હા-દુલ્હન પર જ હોય છે. ગમે તેટલા શણગાર સજ્યા હોય પણ નાકમાં નથણી (Nose Ring) ન હોય તો વધૂની સાજ-સજ્જા અધૂરી ગણાય છે!

નથણી તમારા નાકના શૅપ પ્રમાણે પહેરી શકો
આજકાલ લગ્ન સિઝન (Marriage Season) પૂરજોશમાં ચાલુ થઇ ગઇ છે, દેવઉઠી અગિયારસ (Devuthi Agiyaras)થી શુભ કાર્યોનો પ્રારંભ થાય છે અને વિવાહોત્સુક યુગલો માટે પરિણયના બંધનમાં બંધાવા માટે આ સમય યોગ્ય ગણાય છે. લગ્ન માટેના દાગીના અને કપડાં (Jewelry & Cloths)ની ખરીદી પણ અત્યારે જોરશોરથી ચાલી રહી હશે પરંતુ, આવા સમયે ઘણી કન્યાઓ (Bride)ને એ સમજ નથી પડતી કે લગ્નના દિવસે નથણી કઇ પહેરવી. નથણી તમારા નાકના શૅપ પ્રમાણે તમે પહેરી શકો છો. પરંતુ નાની નથણી તમામ કન્યાઓના ચહેરાને સ્યૂટ કરશે જ! હવે ટ્રેન્ડ છે સ્ટોન જ્વેલરીનો અને તમે પણ સ્ટોનવાળી નાની નથણી (Stone Nose Ring) બેધડક પસંદ કરી શકો છો. આ નાનકડી સુંદર ચમકીલી નથણી તમારા દેખાવમાં ચાર ચાંદ લગાવી દેશે અને તમે સ્વર્ગની અપ્સરા જેવા દેખાશો!

ડિઝાઇનર સ્ટોન નથણીનો વર્તમાન ટ્રેન્ડ
લગ્નના ફંકશન (Function)માં પરી જેવા ખૂબસૂરત લાગીએ એવું બધા જ વિચારતા હોય છે પણ પસંદગી અને વર્તમાન ટ્રેન્ડ (Trend)ની ઝાઝી ખબર ન હોવાથી લોકો મૂંઝાતા હોય છે. અને એમાંયે નથણી જેવી જ્વેલરીની પસંદગીમાં તો ઘણું જ કન્ફ્યુઝન હોય છે. તો ચાલો, તમારી આ મૂંઝવણને આસાન બનાવી દઇએ! અહિં અમે તમારા માટે કેટલાક ડિઝાઇનર સ્ટોન નથણી લઇને આવ્યા છીએ જે તમને અપ્સરા જેવો લુક આપશે અને બધાની નજર તમારા પર આવીને ત્યાં જ થંભી જશે!!
સ્ટનિંગ અને ખૂબસૂરત દેખાવ (Beautiful Look) માટે તમે ગ્રીન જ્વેલરીની સાથે વ્હાઇટ સ્ટોન (White Stone) નથણી પહેરી શકો છો. સુંદર દુલ્હન લુક (Dulhan Look) માટે તમે જુદા-જુદા કલરની મૅચિંગ નથણી ધારણ કરી શકો છો અને આ સ્ટોન વાળી નથણી તમારા પર અત્યંત શોભશે.

આ ઉપરાંત જો તમને નાની નથણી ન ગમતી હોય તો તમે મિડીયમ સાઇઝની નથણી પણ પહેરી શકો છો. એમાં તમારો દુલ્હન લુક નિખરીને આવશે!
આ પણ વાંચો: બ્યુટી પાર્લર નથી જવું, નો ટૅન્શન! ફેશિયલ જેવો નિખાર જોઇએ છે? આજથી જ આ ફળોને ચહેરા પર લગાવો!
આ પણ વાંચો: ગરબા રમતી વખતે પરસેવાથી તમારો મેકઅપ બગડશે નહીં, આ 5 બ્યુટી ટિપ્સથી અપનાવો
