LIFESTYLE: ત્રીજ-તહેવારની મોસમ ચાલી રહી છે એવામાં, દરેક વ્યક્તિ ચમકતો-દમકતો ચહેરો મેળવવા ઇચ્છે છે. કેટલાય લોકો તહેવાર અથવા ફંકશન આવે ત્યારે બ્યુટી પાર્લરની મુલાકાત લઇને ફેશિયલ કરાવી આવે છે. પરંતુ બધાની પાસે ન તો એટલો સમય હોય છે કે, ન તો વારંવાર પાર્લરમાં જઇને ફેશિયલ કરાવવાના પૈસા!
એવામાં જો તમે પાર્લરમાં જવાની પળોજણ ઇચ્છતા નથી તો, કેટલાક ઘરગથ્થું ઉપાયો અપનાવીને ઘરે બેઠાં જ તમારા ચહેરા પર અનેરો નિખાર લાવી શકો છો. અહિં અમે તમને કેટલાંક સોંઘા ફળો વિશે માહિતગાર કરીશું, જેને લગાવવાથી તમારો ચહેરો ફેશિયલ કર્યા વગર જ ચમકી ઉઠશે! તો ચાલો, હવે આવા કેટલાંક ફળો વિશે જાણીશું.
પપૈયું
પપૈયાને ચહેરા પર લગાવવાથી ચહેરાની ત્વચા સ્વચ્છ થાય છે અને એની આભા નિખરે છે. ઘણા લોકોને ખીલ થતા હોય છે અને મોટે ભાગે એના ડાઘ ચહેરા પર રહી જતાં હોય છે. પપૈયું, આવા ડાઘને ઝાંખા કરવાનું કામ પણ કરે છે. પપૈયાને ચહેરા પર લગાડવા માટે પ્રથમ એને મસળી લો, પછી એમાં મધ ભેળવીને ચહેરા પર સારી રીતે લગાવી લો. લગભગ 15 મિનિટ સુધી આ માસ્કને ચહેરા પર રહેવા દો, ત્યારબાદ ચહેરાને સારી રીતે ધોઇ લો.
સંતરા
સંતરામાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. એને લગાવવાથી ચહેરો ચમકી ઉઠે છે એટલું જ નહિં પરંતુ, સાથે-સાથે ચહેરાની ત્વચાનું પિગમેન્ટેશન પણ દૂર થાય છે. વળી, એ કોલેજનનાં ઉત્પાદનમાં પણ વૃદ્ધિ કરે છે, જે ત્વચામાં કરચલીઓ થતી અટકાવવાનું કાર્ય કરે છે. આ ઉપાય કરવા માટે સૌપ્રથમ, તાજા સંતરાને નિચોવીને એનો રસ કાઢી લો, પછી એમાં એક ચમચી ઑટમીલ મેળવી લો. હવે આ માસ્કને ચહેરા પર લગાવી દો. 15 મિનિટ બાદ ચહેરો ધોઇ લો.
કેળાં
તમે કેળાને પણ ચહેરા પર લગાવી શકો છો. એને લગાવવાથી ચહેરાની ઝીણી-ઝીણી રેખાઓ દૂર થાય છે, કારણ કે એમાં પોટૅશિયમ, વિટિમિન એ તથા વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. કેળામાં થોડું મધ ભેળવીને બનાવેલાં માસ્કને ચહેરા પર લગાવી લેવો.
આ પણ વાંચો:આ વખતે શ્રાવણ ઉપવાસમાં ફલહારી સાબુદાણા ફ્રેન્ચ ફ્રાઈસ બનાવો, તમને પુષ્કળ ઉર્જા મળશે.
આ પણ વાંચો:શું તમે પણ ચોમાસામાં કોબીજ અને ફુલાવર ખાઓ છો? આ 5 ટિપ્સ અંદર છુપાયેલા જંતુઓ તરત જ દૂર કરશે
