રેવાડી,
હરિયાણાના રેવાડી ખાતે ૧૯ વર્ષની વિદ્યાર્થિનીનું અપહરણ કરાયા બાદ કથિત રીતે કરાયેલા ગેંગરેપની ઘટના બાદ આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવા માટેની માંગ ઉઠી રહી છે. આ મામલે હજી સુધી કોઈ પણ આરોપીની ધરપકડ કરવામાં નિષ્ફળ નીવડેલા તંત્ર દ્વારા હવે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ)નું ગઠન કરવામાં આવ્યું છે સાથે સાથે આરોપીનું નામ આપનાર વ્યક્તિને ૧ લાખ રૂપિયાનું ઇનામ આપવાનું એલાન કરવામાં આવ્યું છે.
આરોપીનું નામ આપનારને અપાશે ૧ લાખ રૂપિયાનું ઇનામ
Medical report confirms rape. We've made multiple teams to nab the accused. I appeal to the people to give us any information they've regarding the case&have announced a reward of Rs 1 lakh for those who help us in cracking the case: Nuh SP Naazneen Bhasin on Rewari gangrape case pic.twitter.com/xZfm7veGSy
— ANI (@ANI) September 15, 2018
SIT ટીમનું નેતૃત્વ કહી રહેલા SP નાજનીન ભસીને પ્રેસ કોન્ફરન્સ યોજીને જાણકારી આપી હતી કે, આરોપીનું નામ આપનારાઓને ૧ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. બીજી બાજુ SITની ટીમ દ્વારા ૧૯ વર્ષીય વિદ્યાથીની પર રેપ થયો હોવાની પણ પૃષ્ટિ કરી છે.
૩ દિવસ વીતી ગયા બાદ પણ આરોપીઓ છે ફરાર
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ચકચારી ગેંગરેપની ઘટનાને ૩ દિવસ જેટલો સમય વીતી ગયા બાદ પણ આરોપીઓની કોઈ ધરપકડ ન થવાના કારણે સ્થાનિક પોલીસ તંત્ર સામે તેમજ રાજ્ય સરકાર સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.
કોઈ છૂટછાટ આપવામાં આવશે નહિ
SP નાજનીન ભસીને વધુમાં જણાવ્યું હતું કે, “આરોપી ઘટનાવાળી રાતથી જ ફરાર છે અને તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. અમારી પહેલી પ્રાથમિકતા દોષીઓને પકડવાની છે”.
તેઓએ ઉમેર્યું હતું કે, “જ્યાં સુધી ઘટનાનાં આરોપીઓની ધરપકડ કરવામાં આવતી નથી, ત્યાં સુધી અમે આ મામલે જાણકરી આપી શકતા નથી. સાથે તેઓએ કહ્યું, SIT આ મામલે કોઈ બાંધછોડ કરશે નહિ અને ઝડપથી કામ પર આવશે”.
શું હતો આ મામલો ?
બુધવારે જયારે પીડિત યુવતી કોચિંગ પરથી પોતાના ઘરેથી જઈ રહી ત્યારે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. થોડાક અંતરથી આરોપીઓ કાર લઈને આવ્યા અને તેને લિફ્ટ આપવાની વાત કહી હતી.
ત્યારબાદ આરોપીઓ યુવતીને લિફ્ટ આપીને એક અજ્ઞાત જગ્યાએ લઈ ગયા જતા અને તેને કેફી પદાર્થ પીવડાવીને ગેંગરેપ કર્યો હતો.
પીડિતાની માતાએ ઉઠાવ્યા સવાલ
Rewari: Woman alleges her daughter was kidnapped & gang-raped by a group of men yesterday, says, "Modi ji says 'Beti Padho, Beti Bacho', but how? I want justice for my daughter. Police has taken no action yet." pic.twitter.com/L6WsT4F6Gl
— ANI (@ANI) September 14, 2018
પીડિતાની માંએ જણાવ્યું, “CBSE બોર્ડ એક્ઝામમાં ટોપ કર્યા બાદ મારી દીકરીને પ્રધાનમંત્રી મોદી જી દ્વારા સન્માનિત કરવામાં આવી છે”.
તેઓએ વધુમાં કહ્યું, “મોદી જી કહે છે બેટી બચાઓ, બેટી પઢાઓ, પરંતુ કેવી રીતે ?. હું મારી દીકરી માટે ન્યાય ઈચ્છી રહી છું”.
પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવા અંગે તેઓએ જણાવ્યું, “પોલીસ દ્વારા આ મામલે કોઈ પણ એક્શન લેવામાં આવી રહી નથી”.
