Navpancham Yog/ શનિ અને સૂર્ય વચ્ચે 16 નવેમ્બરે બનશે નવપંચમ યોગ…3 રાશિઓને મળશે મહેનતનું શુભ પરિણામ…

સૂર્ય અને શનિ ભલે પરસ્પર શત્રુતા રાખતા હોય પરંતુ આ બંને વચ્ચે બનતો નવપંચમ યોગ (Navpancham Yog 2026) કેટલીક રાશિઓ માટે લાભકારક સિદ્ધ થઈ શકે છે.

Trending Religious Rashifal Dharma & Bhakti
Navpancham Yog 2026...સૂર્ય-શનિ વચ્ચે આ Powerful યોગ ખોલશે 3 રાશિઓની તકદીરનું તાળું!

Navpancham Yog: સૂર્ય અને શનિ વચ્ચે 16 નવેમ્બરે નવપંચમ યોગ (Navpancham Yog 2026) બનશે. આ યોગ સૂર્યના વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરવાની સાથે જ બનશે. સૂર્ય અને શનિ (Surya Grah and Shani Grah)ભલે પરસ્પર શત્રુતા રાખતા હોય પરંતુ આ બંને વચ્ચે બનતો નવપંચમ યોગ કેટલીક રાશિઓ માટે લાભકારક સિદ્ધ થઈ શકે છે. તો ચાલો જાણીએ આ રાશિઓ વિશે…

વૈદિક જ્યોતિષ (Astrology)માં સૂર્યના રાશિ પરિવર્તન (Surya Gochar 2026)ને વિશેષ માનવામાં આવે છે. સૂર્યની ચાલમાં પરિવર્તન થવાથી તમામ 12 રાશિઓ (Zodiac Signs)ના જીવન, નોકરી, સ્વાસ્થ્ય અને માન-સન્માન સાથે જોડાયેલી બાબતો પર અસરો પડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 16 નવેમ્બર 2026 (16 November 2026)ના રોજ ગ્રહોના રાજા સૂર્ય તુલા રાશિમાંથી નીકળીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યનું આ ગોચર 16 ડિસેમ્બર 2026 સુધી રહેશે.

નવપંચમ યોગથી આ 3 રાશિઓને લાભ (Navpancham Yog 2026)

સૂર્ય અને શનિ ભલે પરસ્પર શત્રુતા રાખતા હોય પરંતુ આ બંને વચ્ચે બનતો નવપંચમ યોગ કેટલીક રાશિઓ માટે લાભકારક સિદ્ધ થઈ શકે છે. તો ચાલો જાણીએ આ રાશિઓ વિશે…

કર્ક રાશિ (Cancer)-Navpancham Yog 2026
કર્ક રાશિ (Cancer)-Navpancham Yog 2026

કર્ક રાશિ (Cancer)

કર્ક રાશિના જાતકો માટે સૂર્ય-શનિનો નવપંચમ યોગ શુભ સાબિત થશે. 16 નવેમ્બર પછી એક મહિનાની અવધિ તમારા સૌ માટે સફળતા આપનારી બની શકે છે. વીતેલા સમયમાં કરવામાં આવેલી મહેનતનું તમને ઉચિત પરિણામ મળી શકે છે. નોકરી કરનારા જાતકોની કાર્યક્ષેત્રે પ્રશંસા થઈ શકે છે. કેટલાક લોકોનું તો પ્રમોશન પણ થઈ શકે છે. આર્થિક રીતે તમે સશક્ત બની શકો છો. અચાનક ધન લાભના યોગ પણ બની શકે છે. ફસાયેલું ધન પણ પરત મળી શકે છે. વેપારીવર્ગ પોતાના વેપારનો વિસ્તાર કરવામાં સફળ થશે.

વૃશ્ચિક રાશિ (Scorpio)-Navpancham Yog 2026
વૃશ્ચિક રાશિ (Scorpio)-Navpancham Yog 2026

વૃશ્ચિક રાશિ (Scorpio)

સૂર્ય દેવ તમારી રાશિમાં ગોચર કર્યા બાદ જ શનિ સાથે નવપંચમ યોગ બનાવશે. આ યોગના કારણે તમારા પરાક્રમ અને આત્મવિશ્વાસમાં જબરદસ્ત વૃદ્ધિ થઈ શકે છે. જે લોકો લાંબા સમય પછી કોઈ મોટા પ્રોજેક્ટ અથવા લક્ષ્યને પૂર્ણ કરવામાં લાગેલા હતા એમને હવે સફળતા હાથ લાગી શકે છે. સમાજમાં તમારું માન-સન્માન વધશે. પરિવારની સાથે સુખદ સમય વિતાવવાનો તમને મોકો મળશે. 16 નવેમ્બરે વૃશ્ચિક સંક્રાંતિ પછી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે. રોકાણ કરાયેલા ધનનો સારો એવો લાભ આ રાશિના કેટલાક જાતકોને મળી શકે છે.

મકર રાશિ (Capricorn)-Navpancham Yog 2026
મકર રાશિ (Capricorn)-Navpancham Yog 2026

મકર રાશિ (Capricorn)

મકર રાશિના જાતકો માટે નવપંચમ યોગ કેરિયર અને કારોબારના દ્રષ્ટિકોણથી એક માઇલસ્ટોન સાબિત થઇ શકે છે કારણ કે શનિ તમારી જ રાશિના સ્વામી છે. નવપંચમ યોગ દરમિયાન તમારી ઈન્કમમાં વૃદ્ધિ થવાના પ્રબળ યોગો છે. કેટલાક લોકોને મનપસંદ જગ્યાએ નોકરી મળી શકે છે. વેપારીઓને સારા સોદા પ્રાપ્ત થઇ શકે છે. આર્થિક ઉન્નતિના તમને ઉત્તમ અવસરો મળશે. કાયદાકીય બાબતોમાં આ રાશિવા જાતકોને સફળતા મળવાના યોગ છે. સ્વાસ્થ્યમાં પણ સકારાત્મક પરિવર્તનો આવી શકે છે.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: