ગીરસોમનાથ
ગીરસોમનાથના ગોરખમઢી ગામના ખેડુત વજુ પરમારે હીમાલયમાં જ થતી રુદ્રાક્ષની સફળ ખેતી કરી. હાલ ચાલતા પવિત્ર શ્રાવણ માસે સૌને વીનામુલ્યે રૂદ્રાક્ષના પારા ભેટ આપી ધન્યતા અનુભવે છે. નાના બાળકની જેમ ઊછર્યા રૂદ્રાક્ષ, સામાન્ય રીતે શિવરૂપ મનાતા રૂદ્રાક્ષ ને શિવસ્વરૂપ શ્રધ્ધાળુઓ માને છે.

રૂદ્રાક્ષ વીના શિવજીના શ્રૃંગાર અધુરા મનાય છે ત્યારે માત્ર હીમાલય સહીતના અતી ઠંડા પ્રદેશોમાં થતા આ અલભ્ય મનાતા રૂદ્રાક્ષની સફળ ખેતી ગી રસોમનાથના ગોરખમઢી ગામના એનોખા ખેડુત વજુ પરમારે પોતાના નામ પણ શિવમ એવા ફાર્મમાં સફળ રૂદ્રાક્ષની ખેતી કરી ધન્યતા અનુભવી છે.

વજુભાઇ પરમાર બાર જ્યોતીર્લીંગના દર્શન કરી શીવજી પ્રત્યે અપાર શ્રધ્ધા ધરાવે છે. છેલ્લે 2004માં કૈલાસ માન સરોવર ગયા. જ્યા તીબેટ પાસે રૂદ્રાક્ષ વિષે જાણ્યુ અને ફાર્મમાં લાવવા ઈચ્છા વ્યક્ત કરી.

વજુભાઇએ વધુમાં જણાવ્યું હતું કે કામ કઠીન હતુ છત્તાં 4 છોડ લાવ્યા. મે તેમાં બરફ તેમજ પાણીના માટલા નજીક રાખી હીમાલય જેવું ઠંડુ વાતાવરણ આપવા પ્રયાસ કર્યો, બાદ શિવ પંચાક્ષર મંત્ર સાથે શિવને અર્પણ કર્યા આજે સારા એવા રૂદ્રાક્ષ આવે છે અને સૌને ભેટ આપી ધન્યતા અનુભવી રહ્યો છું.
