Gandhinagar News/ રાજ્યમાં વિવિધ રાજનેતાઓએ કેવી રીતે ઉજવી દિવાળી

દિવાળીના તહેવારોની ઉજવણીમાં ગુજરાતીઓનું નવું વર્ષ એટલે કે બેસતુ વર્ષ સૌથી મહત્વનો દિવસ હોય છે. ગુજરાતીઓ માટે સૌથી મહત્વપૂર્ણ દિવસ સામાન્યથી લઈ રાજનેતાઓએ પણ ખાસ ઉજવણી કરી.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: દિવાળીના તહેવારોની ઉજવણીમાં ગુજરાતીઓનું નવું વર્ષ એટલે કે બેસતુ વર્ષ સૌથી મહત્વનો દિવસ હોય છે. ગુજરાતીઓ માટે સૌથી મહત્વપૂર્ણ દિવસ સામાન્યથી લઈ રાજનેતાઓએ પણ ખાસ ઉજવણી કરી. કેન્દ્રીય મંત્રી અમિત શાહે અમદાવાદમાં અને સી.આર.પાટીલે સુરતમાં સ્નેહમિલન કાર્યકમનું આયોજન કરીને સૌ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરીને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. આ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ કાર્યકરો સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં તો કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં સ્નેહલ મિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પાટીલે સુરતમાં કાર્યકરો અને ભાજપના હોદ્દેદારો સાથે મુલાકાત કરી હતી અને સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. સાથે જ તમામ લોકોને ત્રણ દીપ પ્રજ્વલિત કરવા માટે આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવ દર્શન કરીને દિવસની શરૂઆત કરી તો મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકોએ આ નેતાઓ સાથે મુલાકાત કરી નવા વર્ષની શુભકામના પાઠવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવસની શરૂઆત ગાંધીનગરના પંચદેવ મંદિરમાં દર્શન કરીને કરી.પંચદેવ મંદિરમાં દર્શન બાદ મુખ્યમંત્રી પોતાની જ્યાં આસ્થા જોડાયેલી છે તે ત્રિ-મંદિર પહોંચ્યા હતા.જ્યાં દાદા ભગવાન દર્શન અને પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શન કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરત ક્રિકેટ સ્ટેડિયમના પ્રમુખ સામે ફરિયાદના કેસમાં તપાસ શરૂ

આ પણ વાંચો:સુરતમાં દીપડો સાત વર્ષના બાળકને ખેચી ગયો, કુટુંબ આઘાતમાં

આ પણ વાંચો:સુરતના નકલી PSIને ભાવનગર પોલીસે ઝડપ્યો, સોનીને ધમકી આપી રૂપિયા પડાવતો