Navsari News/ દીકરીઓ ક્યાં સુરક્ષિત? નવસારીમાં સગીરાને બ્લેકમેલ કરી છેડતી કરનાર કેમ્પસ ડિરેક્ટર જેલભેગો

નવસારી (Navsari) ના વાંસદામાં હોસ્ટેલ ડિરેક્ટરે 17 વર્ષીય સગીરાને બ્લેકમેલ કરી છેડતી કરી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. વાંસદા પોલીસે આરોપી દિશાંત ઠાકોરને જેલભેગો કર્યો.

Top Stories Gujarat Others
Navsari Hostel Director Molestation Case

Navsari Hostel Director Molestation Case: દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં દીકરીઓના શિક્ષણ માટે કાર્યરત હોસ્ટેલની સુરક્ષા સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવસારીના વાંસદા તાલુકાના મહુવાસ ગામની એક Girls Hostelમાં 11 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય સગીરા સાથે સંસ્થાના કેમ્પસ ડિરેક્ટરે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. આ મામલે વાંસદા પોલીસે પોક્સો (POCSO) અને એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી આરોપી ડિરેક્ટરની ધરપકડ કરી છે.

મોબાઇલ ચેક કરવાના બહાને આચર્યું કૃત્ય

ઘટનાની વિગતો મુજબ, મહુવાસ ગામમાં આવેલી શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત હોસ્ટેલમાં સગીરા અભ્યાસ કરે છે. હોસ્ટેલમાં મોબાઈલ રાખવા પર પ્રતિબંધ હોવા છતાં સગીરા પાસે ફોન મળી આવતા વોર્ડને તેનો મોબાઈલ લઈ લીધો હતો. આ મોબાઈલ સંસ્થાના ટ્રસ્ટીના પુત્ર અને કેમ્પસ ડિરેક્ટર દિશાંત કમલેશસિંહ ઠાકોરને સોંપવામાં આવ્યો હતો.

તપાસના બહાને દિશાંતે સગીરાનો ફોન ચકાસ્યો હતો, જેમાં તેને સગીરાના કેટલાક ખાનગી ફોટા જોવા મળ્યા હતા. આ ફોટા જોઈ દિશાંતના મનમાં વાસના જાગી હતી અને તેણે સગીરાને પોતાની ઓફિસમાં બોલાવી હતી.

બ્લેકમેલ કરી અશ્લીલ અડપલા કર્યા

આરોપી દિશાંત ઠાકોરે સગીરાને તેના ફોટા બાબતે બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. સગીરાને ડરાવી-ધમકાવી તેણે ઓફિસમાં તેની છેડતી કરી હતી અને શારીરિક અડપલા કર્યા હતા. નરાધમ ડિરેક્ટરે સગીરા પાસે પોતાના શરીર પર હાથ ફેરવડાવી અત્યંત શરમજનક વર્તન કર્યું હતું. આ ઘટનાથી સગીરા હેબતાઈ ગઈ હતી.

Navsari Hostel Director Molestation Case

Navsari : વાંસદા પોલીસ મથકે  ફરિયાદ નોંધાવી

પોતાની સાથે થયેલી આ હીન હરકત વિશે સગીરાએ પોતાની માતાને આપવીતી જણાવી હતી. દીકરીની વાત સાંભળી પરિવારમાં રોષ ફાટી નીકળ્યો હતો. પીડિતાની માતાએ તાત્કાલિક વાંસદા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી દિશાંત ઠાકોરની ધરપકડ કરી જેલના સળિયા ગણતો કરી દીધો છે.


આ પણ વાંચો:રાજકોટમાં છેડતીની શંકામાં બે સગા ભાઈઓને ઉતાર્યા મોતને ઘાટ

આ પણ વાંચો:રાજકોટમાં શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ, અશ્લીલ વીડિયો બતાવી વિદ્યાર્થીનીની કરી હતી છેડતી

આ પણ વાંચો:વિદ્યાર્થિનીઓની છેડતી કાંડમાં ગિરીશ ભીમાણી વિરુદ્ધ ઉઠયા વિરોધના સૂર, CCTV ફૂટેજ આવ્યા સામે..