Not Set/ સૌરાષ્ટ્રમાં જામ્યો વરસાદી માહોલ, જાણો ક્યાં કેટલા ઇંચ પડ્યો

સૌરાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસથી મેઘ કહેર યથાવત  છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે. દેવભુમિ દ્વારાક જિલ્લામાં છેલ્લા 48 કલાકથી જામખંભાળિયામાં અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા છે. તો ઘરવખરી પણ પાણીમાં તણાઇ ગઇ છે. વરસાદી પાણીએ ઘરમાં જમાવેલા કબ્જાને કારણે […]

Gujarat Others

સૌરાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસથી મેઘ કહેર યથાવત  છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે.

દેવભુમિ દ્વારાક જિલ્લામાં છેલ્લા 48 કલાકથી જામખંભાળિયામાં અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા છે. તો ઘરવખરી પણ પાણીમાં તણાઇ ગઇ છે. વરસાદી પાણીએ ઘરમાં જમાવેલા કબ્જાને કારણે લોકોને પોતાના જ ઘરમાં રહેવુ મુશ્કેલ બન્યું છે.

ઉલ્લેખનીય છે કે, પાણી વચ્ચે પથારી કરવા અને એ જ ભરાયેલા પાણી વચ્ચે સુવા લોકો મજબુર બન્યા છે. જામખંભાળિયાવાસીઓ મુશ્કેલીના આ વરસાદથી તોબા પોકારી ચુક્યા છે અને થોડા દિવસ મેઘરાજાને ખમૈયા કરવા વિનંતી કરી રહ્યા છે.  

આપને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં કાલાવાડમાં 16 ઇંચ, દ્વારકામાં 11, કલ્યાણપુરમાં 8.50, માણવદર ફલ્લા – કેશોદમાં 8, રાજકોટમાં 9 ઈંચ વરસાદ પડ્યો છે.
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.