અમદાવાદ.
શહેરમાં ચોમાસાની સિઝનની માંડ હજુ શરૂવાત થઇ છે અને બીજા તબક્કાનો વરસાદ જ પડ્યો છે, એવામાં રોડ રસ્તાઓ ધોવાવાની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. જયારે ગઈ કાલે શુક્રવારે અમદાવાદમાં માત્ર ચાર કલાક જેટલો છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. તેમ છતાં આવા સામાન્ય વરસાદમાં પણ શહેરના રોડ ધોવાયા છે અને રસ્તા બેસી જવાની ઘટનાઓ સામે આવી છે. શહેરનાં અનેક વિસ્તારોમાં રસ્તા ધોવાઈ ગયા છે ત્યારે શહેરનાં સાઉથ બોપલ વિસ્તારનો મુખ્ય માર્ગો દબાઈ જવાની ઘટના સામે આવી છે.
શહેરના પોશ વિસ્તાર ગણાતા બોપલમાં રસ્તાઓ ધોવાઈ જવાની અને બેસી જવાની ઘટનાઓ સામે આવી છે. અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી વરસાદની મોસમ જામી છે. સાઉથ બોપલથી શેલ્બી હોસ્પિટલ જવાના માર્ગોનું ધોવાણ થયું છે. બોપલ ઘુમા નગરપાલિકા દ્વારા 2 મહિના અગાઉ જ આ રસ્તા બનાવામાં આવ્યા હતા. ત્યારે એએમસીની સાથે-સાથે હવે નગરપાલિકાની પણ પોલ ખુલી ગઈ છે. ત્યારે નગરપાલિકા દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાની સંભાવનાઓ સર્જાઈ રહી છે.
બોપલ વિસ્તારના આ શેલ્બી રોડમાં બંને તરફથીં રસ્તાઓમાં તિરાડો પડી ગઈ છે. આટલું જ નહીં પરંતુ આ રસ્તા પર અનેક નાના-નાના ભૂવાઓ પણ પડી ગયા છે. રોડ ધોવાવા અને બેસી જવાનું મુખ્ય કારણો પૈકી ડામરની ચોરીનું છે તેવું પ્રહમીક તબક્કે જણાઈ રહ્યું છે. જો કે એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કેટલાક કોન્ટ્રાકટરો વધુ નાણાં કમાવાની લાલચમાં રોડનાં કામોમાં પૂરતો ડામર વાપરતા નથી વાપરતા. જેના કારણે રોડની ઉપરની કાંકરી ઉખડીને માટી ફેલાઇ રહી છે. રોડ પરની કાંકરી, કપચી અને માટીથી વાહનો લપસી પડીને પ્રાણઘાતક અકસ્માત સર્જી શકે છે.
શહેરમાં ચોમાસાની સિઝનની માંડ શરૂવાત થઇ છે અને હજુ બીજા તબક્કાનો વરસાદ જ પડ્યો છે. આ વરસાદ પણ છૂટોછવાયો નોંધાયો છે. તેમ છતાં આવા સામાન્ય વરસાદમાં પણ શહેરનાં રોડ ધોવાયા છે અને રસ્તા બેસી જવાની ઘટનાઓ સામે આવી છે. શહેરનાં અનેક વિસ્તારોમાં રસ્તા ધોવાઈ ગયા છે. ત્યારે શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં મુખ્ય માર્ગો દબાઈ ગયાની ઘટનાઓ સામે આવી હતી.
