Tulsi Vivah: દર વર્ષે કાર્તિક શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ માતા તુલસીનો વિવાહ (Tulsi Vivah 2026) ભગવાન શાલિગ્રામ સાથે કરાવવામાં આવે છે. ભારતના કેટલાયે પ્રદેશોમાં તુલસી વિવાહનો ઉત્સવ પૂરા 5 દિવસો સુધી ચાલે છે. જેની શરુઆત દેવઉઠી અગિયારસથી થાય છે અને એની સમાપ્તિ કાર્તિક પૂર્ણિમાએ થાય છે. એવું કહેવાય છે કે તુલસી વિવાહ કરાવવાથી કન્યાદાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત, પરિવારની સુખ-સમૃદ્ધિ પણ વધે છે.
જે પરિવારોમાં લગ્નજીવન (Marriage Life)માં સમસ્યા હોય કે જેમના લગ્નમાં વિઘ્ન આવી રહ્યાં હોય એમના માટે તુલસી વિવાહનું આયોજન ફળદાયી સાબિત થાય છે. એવું કહેવાય છે કે આનાથી વિવાહ સંબંધી સમસ્યાઓનું સમાધાન થઈ જાય છે. તો ચાલો જાણીએ કે આ વર્ષે તુલસી વિવાહ ક્યારે કરાવવામાં આવશે?
વર્ષ 2026માં તુલસી વિવાહ ક્યારે છે? (Tulsi Vivah 2026)
જ્યોતિષ પંચાંગ અનુસાર, 21 નવેમ્બર 2026ના શનિવારના રોજ કાર્તિક શુક્લ દ્વાદશી પર તુલસી વિવાહનું મુખ્ય આયોજન કરવામાં આવશે. મોટા ભાગના લોકો આ દિવસે ભગવાન શાલિગ્રામ (Shaligram) અને માતા તુલસીનો વિવાહ કરાવે છે. જો કે, કેટલાય ક્ષેત્રોમાં આ ઉત્સવ દેવઉઠી અગિયારસથી કાર્તિક પૂર્ણિમા એટલે કે દેવ દિવાળી સુધી ચાલે છે. આ ક્ષેત્રોના લોકો પાતાની માન્યતા અનુસાર એકાદશી (Ekadashi) અથવા આ 5 દિવસો પૈકી કોઈ એક શુભ દિવસે તુલસી વિવાહ કરે છે.
તુલસી વિવાહનું શુભ મુહૂર્ત (Tulsi Vivah 2026 Shubh Mahurat)
તુલસી વિવાહનું શુભ મુહૂર્ત 21 નવેમ્બર 2026ની સાંજે 5 વાગીને 25 મિનિટથી શરુ થઈને સાંજે 7 વાગીને 49 મિનિટ સુધીનું રહેશે. આ ઉપરાંત, આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4 વાગીને 40 મિનિટથી સવારે 5 વાગીને 30 મિનિટ સુધી ચાલશે. અભિજીત મુહૂર્ત બપોરે 11 વાગીને 42 મિનિટથી શરુ થઈને બપોરે 12 વાગીને 28 મિનિટ સુધી રહેશે. જ્યારે ગોધૂલિ મુહૂર્ત સાંજે 5 વાગીને 25 મિનિટ સુધી સાંજે 6 વાગીને 13 મિનિટ સુધી રહેશે.

તુલસી વિવાહની વિધિ
1. તુલસીના છોડ (Tulsi Plant)ને ઘરની છત, આંગણા કે પૂજા સ્થળે એક સ્વચ્છ બાજોઠ પર મૂકો.
2. ત્યાર બાદ તુલસીના કૂંડાની ચારે તરફ શેરડીના સાંઠાથી સુંદર મંડપ બનાવવો અને તુલસી પર હળદરનો લેપ અવશ્ય કરવો.
3. ત્યાર બાદ તુલસીના છોડની પાસે શાલિગ્રામ ભગવાનને વિરાજમાન કરો. જો શાલિગ્રામ ન હોય તો ભગવાન વિષ્ણુની પ્રતિમા પણ મૂકી શકો છો.
4. ત્યાર પછી તુલસી માતાને સુહાગની સામગ્રી અર્પિત કરો અને એમને ચુંદડી પહેરાવો.
5. ભગવાન શાલિગ્રામને પણ હળદર ચંદનનો લેપ લગાવવો.
6. ત્યાર બાદ કુટુંબનો કોઈ પુરુષ સભ્યે શાલિગ્રામ ભગવાનને હાથમાં લઈને તુલસીજી ની 7 વાર પરિક્રમા કરવી.
7. અંતે કપૂર અને ધૂપ પ્રગટાવીને તુલસી માતા અને ભગવાન શાલિગ્રામની આરતી કરવી અને પ્રસાદ ધરાવવો.

તુલસી વિવાહનું મહત્વ (Importance of Tulsi Vivah)
એવી માન્યતા છે કે, તુલસી વિવાહ કરાવવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી (Lord Vishnu and Mata Lakshmi)ની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. આમ કરવાથી જીવનમાં ધન-સમૃદ્ધિની ક્યારેય કોઈ કમી રહેતી નથી. એવી પણ માન્યતા છે કે તુલસી વિવાહ કરાવવાથી લગ્ન જીવનમાં સુખ અને શાંતિ આવે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો: ભાઈ બીજ ઉજવણીનું મહાત્મ્ય અને કથા શું છે? વાંચો…યમ દેવ ઈચ્છાપૂર્તિ કરશે..!
આ પણ વાંચો: ભાઈ બીજ…10 કે 11 નવેમ્બરે? જાણો સાચી તારીખ અને તિલક કરવાનું શુભ મુહૂર્ત!
