Dharm & Bhakti: ભાઈ બીજ એ દિવાળી (Diwali)ના પંચ દિવસીય તહેવારનો આખરી દિવસ ગણાય છે, જેની ઉજવણી સાથે આ ઉત્સવનું સમાપન થાય છે. ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને પરસ્પર વિશ્વાસનું પ્રતીક એવું આ પર્વ આજે અટલે કે, કારતક મહિનાના શુક્લ પક્ષની દ્વિતિયા તિથિ (Kartak Sud Beej)એ મનાવવામાં આવે છે.
સંસારમાં એક જ સંબંધ એવો છે જે એક સ્ત્રી અને એક પુરુષને એવા પાવન સંબંધથી જોડે છે જેની કોઇ તુલના જ ન થઇ શકે! કાર્તિક માસના શુક્લ પક્ષની બીજના દિવસે આ સંબંધ ઓર દ્રઢ થાય છે જ્યારે ભાઈ બીજ (Bhai Beej) મનાવવામાં આવે છે. યમ દ્વિતિયા, ભ્રાતૃ દ્વિતિયા, ભાઉ બીજ વગેરે નામથી પણ ભાઈ બીજને ઓળખવામાં આવે છે. આ દિવસે પૂજા કરતા પહેલા ભાઈ બીજની કથા (Bhai Beej Katha) સાંભળવાનું શાસ્ત્રોક્ત વિધાન છે જેનું પઠન કરીને આ તહેવારના મહત્વને જાણી શકાય છે. તો ચાલો જાણીએ ભાઈ બીજનું મહત્વ (Significance) અને કથા…

શ્રી કૃષ્ણ અને બહેન સુભદ્રાની સ્નેહપૂર્ણ કથા
ભાઈ બીજના આ પવિત્ર તહેવારે (Festival) એક અન્ય પૌરાણિક કથાનું સ્મરણ થાય છે જે અનુસાર, ભગવાન શ્રી કૃષ્ણે (Shree Krishna) નરકાસુર (Narkasur)નો વધ કરીને ભાઈ બીજના દિવસે દ્વારકા પરત ફર્યા હતા. આ સમયે એમની બહેન સુભદ્રા (Subhadra)એ પોતાના ભાઈનું સ્વાગત ફળ, ફૂલ, મીઠાઈઓ (Sweets) તથા ભાવતા ભોજનથી કર્યું હતુ. એણે દીવડાં (Lamps)થી પરિસરને સજાવ્યું હતુ અને ભાઈ કૃષ્ણના ભાલ પર તિલક કરીને તેમનું તથા સત્યભામાનું સજોડે સ્વાગત કરીને દીર્ઘાયુની કામના કરી હતી. ત્યારથી, આ દિવસના માનમાં ભાઈ બીજનો તહેવાર મનાવવાની પરંપરા શરુ થઈ હોવાની માન્યતા છે.

યમ દેવ અને યમુનાની પાવન કથા
શાસ્ત્ર-પુરાણમાં વર્ણવ્યા અનુસાર, ભાઈ-બીજનો તહેવાર મૃત્યુના દેવ યમ દેવતા અને એમની બહેન યમુના (Yum & Yamuna)ના પ્રેમ તથા સ્નેહનું પ્રતીક છે. કથા મુજબ, કારતક માસના શુક્લ પક્ષ દ્વિતિયાના દિવસે યમ દેવ પોતાની બહેન યમુનાને મળવા માટે એના ઘરે પહોંચ્યા હતા અને બહેન પણ ઘણા લાંબા સમયથી પોતાના સહોદરની પ્રતીક્ષામાં હતી. આથી એ અત્યંત પ્રસન્ન થઇ અને માન-સન્માન પૂર્વક સ્નેહભીનું સ્વાગત કર્યું, એમના સ્નાનાદિની વ્યવસ્થા કરી અને મધુર ભોજન (Meal) પીરસીને એમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી.

યમરાજ પણ પોતાની બહેનના પ્રેમ અને ભક્તિથી અત્યંત પ્રસન્ન થયા અને એમણે દેવી યમુનાને વરદાન આપ્યું કે, જે કોઇ ભાઈ-બહેન (Brother-Sister) આ દિવસે સાથે યમુના નદીમાં સ્નાન કરશે એમને મોક્ષ (Salvation) પ્રાપ્ત થશે અને જીવનભર સુખી અને સંપન્ન બનશે. આ પછી સંસારમાં પરંપરાગત રીતે આ દિવસે ભાઈ પોતાની બહેનના ઘરે જઈને તિલક (Tilak) કરાવે છે અને ઉપહાર (Gift) આપીને એમનું સન્માન કરે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:

