Not Set/ સેલવાસમાં DIC ના પ્રોજેક્ટ મેનેજરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

અમદાવાદ: સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC)ના કલાસ વન ઓફિસર જિજ્ઞેશ કા‌છિયાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતાં તુરંત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસને તેઓ પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી […]

Top Stories Gujarat Others Trending
DIC Selvas's project manager committed suicide

અમદાવાદ: સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના પાટનગર સેલવાસમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC)ના કલાસ વન ઓફિસર જિજ્ઞેશ કા‌છિયાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતાં તુરંત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસને તેઓ પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દક્ષિણ ગુજરાતના વલસાડને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં રહેતા અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા જિજ્ઞેશ કા‌છિયાએ રવિવારે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

તપાસ દરમિયાન પોલીસને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના પ્રોજેક્ટ અધિકારી જિજ્ઞેશ કા‌છિયાના મૃતદેહ પાસેથી આઠ પાનાંની સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે.

જો કે, મળતી માહિતી મુજબ જિજ્ઞેશ કા‌છિયા પર ભ્રષ્ટાચારના આરોપો અને આવક કરતાં વધુ સંપત્તિની તપાસ ચાલી રહી હતી. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ થઈ હતી.

જિજ્ઞેશ કા‌છિયાની આત્મહત્યાની ઘટના અંગે તપાસ ચલાવી રહેલી પોલીસને ઘટનાસ્થળેથી કુલ ૮ પાનાંની સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના પ્રોજેક્ટ અધિકારી જિજ્ઞેશ કા‌છિયાના મૃતદેહ પાસેથી મળી આવેલી સ્યુસાઈડ નોટમાં શું લખ્યું છે? શા કારણોસર આત્મહત્યા કરી છે? તે સહિતના મુદ્દાઓ અંગેની દિશામાં પોલીસે પોતાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.