પાટણ,
પાટણના સરસ્વતી તાલુકાના ધારોસણ ગામમાં 18 વર્ષીય યુવક જોષી ધવલ રાજુભાઈની કરપીણ હત્યા કરી નાંખી હતી. સામાન્ય બોલાચાલીમાં ઘાતક હથિયાર વડે ચાર શખ્સોએ ધવલ જોષીને એકાંતમાં લઈ જઈને હત્યા કરી નાંખી હતી.
18 વર્ષીય નિર્દોષ યુવકની હત્યા થતાં ગામમાં ચકચાર મચી ગઈ હતી. હત્યાને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં.
પોલીસને ધારુસણના જ દશરથ ગણપત પ્રજાપતિ નામના આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી..જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા છે. વિપ્ર પરિવારના યુવાન પુત્રની હત્યા થતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને ગામ આખુ હિબકે ચઢ્યુ હતું..
