Not Set/ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરએ હોરર ફિલ્મ વિશે આપ્યું કઈક આવુ નિવેદન

મુંબઈ ફિલ્મ ભૂત અને કૌન જેવી હોરર ફિલ્મમાં નજરે પડી ચુકેલ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરનું માનવુ છે કે ટેકનીકલી રીતે સારી હોરર ફિલ્મ બનાવવી મુશ્કેલ છે. ઉર્મિલાએ આ વાત ફિલ્મ લુપ્તના ગીત ભૂત હૂં મેંના રીલીઝ સમયે કરી. આ દરમિયાન તેની સાથે જાવેદ જાફરી અને ફિલ્મ સાથે સંકળાયેલ અન્ય ક્રૂ પણ હાજર હતા. લુપ્ત ફિલ્મના નિર્માતાઓએ […]

Uncategorized

મુંબઈ

ફિલ્મ ભૂત અને કૌન જેવી હોરર ફિલ્મમાં નજરે પડી ચુકેલ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરનું માનવુ છે કે ટેકનીકલી રીતે સારી હોરર ફિલ્મ બનાવવી મુશ્કેલ છે.

ઉર્મિલાએ આ વાત ફિલ્મ લુપ્તના ગીત ભૂત હૂં મેંના રીલીઝ સમયે કરી. આ દરમિયાન તેની સાથે જાવેદ જાફરી અને ફિલ્મ સાથે સંકળાયેલ અન્ય ક્રૂ પણ હાજર હતા. લુપ્ત ફિલ્મના નિર્માતાઓએ વર્ષ ૨૦૦૩ની ફિલ્મ ભૂતના લોકપ્રિય ગીત ભૂત હૂં મેંને રીક્રિએટ કર્યુ છે.

આ ગીત સાથે સંકળાયેલ પોતાની યાદોને તાજી કરતા ઉર્મિલાએ જણાવ્યુ કે, ભૂત હૂં મેં એક અદ્‌ભૂત ગીત છે અને આશ્ચર્યજનક છે કે આને ભૂત બાદ બીજી વખત બનાવવામાં આવ્યુ ભૂત કે બાદ ઘણી હોરર ફિલ્મ બની, પરંતુ કોઈએ પણ ભૂત જેવુ કીર્તિમાન સ્થાપિત ન કર્યુ. મહત્વનુ છે કે, ભૂત હૂ મેં ગીતને ફિલ્મ લુપ્તમાં રીક્રિએટ કરવામાં આવ્યુ છે. આ ફિલ્મ ૫ ઓક્ટોબરે રીલીઝ થશે.

https://youtu.be/IrvtrGuqDnY

બોલીવુડમાં ઉર્મિલા તેમના બોલ્ડ અભિનયથી બિન્દાસ અભિનયમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. ‘ ભૂત ‘ અને ‘ રંગીલા ‘ ફિલ્મમાં તેમની એક્ટિંગના ઘણા વખાણ થયા હતા.  ફિલ્મ પ્યાર તુને ક્યાં કિયા માટે તેને  બેસ્ટ વિલનના ફિલ્મ ફેર એવોર્ડ માટે નોમીનેટ કરવામાં આવી હતી.