Not Set/ ‘હમ આપકે હૈ કોન’ને પુરા કર્યા 26 વર્ષ, માધુરી દીક્ષિતે ફોટો શેર કરી તાજા કરી જૂની યાદો

સલમાન ખાન અને માધુરી દીક્ષિતની સુપરહિટ ફિલ્મ ‘હમ આપકે હૈ કોન’ રિલીઝ થયાનાં 26 વર્ષ પૂરા થયા છે. ફિલ્મના 26 વર્ષ પૂરા થવા પર માધુરી દીક્ષિતે સોશિયલ મીડિયા પર સલમાન ખાન સાથેની તસ્વીર શેર કરી હતી. તસ્વીર આ ફિલ્મની છે જેમાં માધુરી દીક્ષિત અને સલમાન ખાન જોવા મળી રહ્યા છે અને બીજો ફોટો તાજેતરનો લાગે […]

Uncategorized

સલમાન ખાન અને માધુરી દીક્ષિતની સુપરહિટ ફિલ્મ ‘હમ આપકે હૈ કોન’ રિલીઝ થયાનાં 26 વર્ષ પૂરા થયા છે. ફિલ્મના 26 વર્ષ પૂરા થવા પર માધુરી દીક્ષિતે સોશિયલ મીડિયા પર સલમાન ખાન સાથેની તસ્વીર શેર કરી હતી. તસ્વીર આ ફિલ્મની છે જેમાં માધુરી દીક્ષિત અને સલમાન ખાન જોવા મળી રહ્યા છે અને બીજો ફોટો તાજેતરનો લાગે છે, જેમાં બંને પોઝ આપતા નજરે પડે છે.

ફિલ્મના 26 વર્ષ પૂરા થવા પર માધુરી દીક્ષિતે લખ્યું – પહેલા અને હવે! વિશ્વાસ નથી થતો, ‘હમ આપકે હૈ કોન’ને 26 વર્ષ થઇ ગયા છે. અવિશ્વાસનીય ટીમની મજેદાર યાદો અને સખત મહેનતને યાદ કરીને જેણે દરેક એક દ્રશ્યને સંપૂર્ણ બનાવવા માટે કોઈ કસર છોડી નથી. આજે પણ આ ફિલ્મ જોવા અને માણવા માટે દરેકનો આભાર અને ઘણો બધો પ્રેમ.

‘હમ આપકે હૈ કોન’માં, સલમાન ખાન અને માધુરી દીક્ષિત સાથે મોહનિશ બહલ, અનુપમ ખેર, આલોક નાથ, બિંદુ, સતિષ શાહ અને દિવંગત અભિનેત્રી રીમા લાગૂ મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.