Not Set/ આયુષ્માન ખુરાનાની ‘ડ્રીમ ગર્લ’નું સોંગ ‘ધગાલા લગાલી કલા’ સોશિયલપ્લેટફોર્મ પરથી હટાવ્યું, જાણો શું કારણ

આયુષ્માન ખુરાના અને નુસરત ભરૂચાની ફિલ્મ ’ડ્રીમ ગર્લ’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ મૂવીને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, પરંતુ આ દરમિયાન એક સમાચાર સામે આવી રહ્યાં છે કે આ ફિલ્મનું ‘ધગાલા લાગલી કાલા’ ગીતને સોશિયલ પ્લેટફોર્મ પરથી હટાવવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ સોંગને કોપિરાઇટનું ઉલ્લંઘનને કારણે હટાવવામાં […]

Uncategorized

આયુષ્માન ખુરાના અને નુસરત ભરૂચાની ફિલ્મ ’ડ્રીમ ગર્લ’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ મૂવીને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, પરંતુ આ દરમિયાન એક સમાચાર સામે આવી રહ્યાં છે કે આ ફિલ્મનું ‘ધગાલા લાગલી કાલા’ ગીતને સોશિયલ પ્લેટફોર્મ પરથી હટાવવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે આ સોંગને કોપિરાઇટનું ઉલ્લંઘનને કારણે હટાવવામાં આવ્યું છે.’ડ્રીમ ગર્લ’ નું આ ગીત મરાઠી અભિનેતા દાદા કોંડકેની ફિલ્મના આ જ નામના લોકપ્રિય ગીતનું રીમિક્સ છે. થોડા દિવસો પહેલા હાઇકોર્ટે સારેગામા ઈન્ડિયાની અરજી પર સુનાવણી કરતી વખતે મૂળ ગીતોથી રીમિક્સ ગીતોમાં કંઈપણ નકલ કરવાની પ્રતિબંધ મૂક્યો હતો, કારણ કે અસલ ગીતોના તમામ અધિકાર સારેગામા ઈન્ડિયા પાસે છે.

આપને જણાવી દઈએ કે જસ્ટિસ રાજીવ સહાય એન્ડલાવાએ આ કેસની સુનાવણી કરી હતી અને ‘ધગાલા લાગલી કાલા’નું રિમિક્સ ગીત ડિજિટલ પ્લેટફોર્મ પરથી હટાવવાનો આદેશ આપ્યો હતો.

આ ગીત આયુષ્માન ખુરાના, નુસરત ભરૂચા અને રિતેશ દેશમુખ પર ફિલ્માવવામાં આવ્યું હતું. લોકોને આ ગીત ખૂબ ગમ્યું.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.