Not Set/ બિગ બોસની પુર્વ કન્ટેસ્ટન્ટ યુવિકા ચૌધરી આ દિવસે કરી રહી છે લગ્ન

મુંબઈ બિગ બોસની પુર્વ કન્ટેસ્ટન્ટ યુવિકા ચૌધરી અને પ્રિંસ નરુલા 12 ઓક્ટોબરના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. યુવિકા માને છે કે તેનુ અને પ્રિંસનુ મળવુ નસીબમાં લખ્યુ હતું, કદાચ એટલે જ પ્રિંસ મુંબઈ આવ્યો. આ બન્નેના લગ્ન મુંબઈમાં યોજાવાના છે. જ્યાં પ્રી-વેડિંગ ફંકશનમાં હલ્દી, મહેંદી અને સંગીતનુ આયોજન કરવામાં આવનાર છે. આ તમામ કાર્યક્રમ 11 […]

Uncategorized

મુંબઈ

બિગ બોસની પુર્વ કન્ટેસ્ટન્ટ યુવિકા ચૌધરી અને પ્રિંસ નરુલા 12 ઓક્ટોબરના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. યુવિકા માને છે કે તેનુ અને પ્રિંસનુ મળવુ નસીબમાં લખ્યુ હતું, કદાચ એટલે જ પ્રિંસ મુંબઈ આવ્યો. આ બન્નેના લગ્ન મુંબઈમાં યોજાવાના છે. જ્યાં પ્રી-વેડિંગ ફંકશનમાં હલ્દી, મહેંદી અને સંગીતનુ આયોજન કરવામાં આવનાર છે.

Image result for yuvika chaudhary prince narula

આ તમામ કાર્યક્રમ 11 અને 12 ઓક્ટોબરના રોજ યોજાશે. ત્યારબાદ 21 ઓક્ટોબરના રોજ પ્રિંસના હોમટાઉન ચંદીગઢમાં  રીસેપ્શન સેરેમનીનુ આયોજન કરવામાં આવશે. યુવિકા અત્યારે લગ્નની શોપિંગમાં વ્યસ્ત છે. યુવિકાનું કહેવુ છે કે હું ખૂબ જ ઉત્સાહિત છું. જેમ-જેમ લગ્નના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ એક અલગ પ્રકારની ગભરાહટ પણ થઈ રહી છે. તમામ વસ્તુને સારી રીતે અને સમયસર મેનેજ કરવાનુ દબાણ છે. આ સાથે જ મારા માટે ભાવુક ક્ષણ પણ છે, કારણકે હું પ્રિંસ સાથે મારી નવી જિંદગી શરુ કરવાની છું.

Image result for yuvika chaudhary prince narula

આપને જણાવી દઈએ કે યુવિકાના લગ્નનુ કાર્ડ પણ તૈયાર કરી લેવામાં આવ્યુ છે. જાકે, તેનુ લગ્ન કાર્ડ તેને મળે તે પહેલા જ લીક થઈ ગયુ હતું. જે અંગે તેને ખૂબ દુઃખ પણ થયુ હતું. હનીમુન અંગે પૂછવામાં આવતા યુવિકાએ જણાવ્યુ કે એ અંગે પ્રિંસે કંઈક તો સારુ પ્લેસ વિચારીને રાખ્યુ હશે.  મહત્વનુ છે કે યુવિકા અને પ્રિંસ બિગબોસમાં સાથે જોવા મળ્યા હતા. ત્યારથી જ બન્ને વચ્ચે અફેરની ચર્ચાએ જોર પકડ્યુ હતું.

Related image

Related image

Image result for yuvika chaudhary prince narula