મુંબઇ,
બોલિવૂડ પ્રોડ્યુસર બોની કપૂરે તાજેતરમાં ખુલાસો કર્યો છે કે શ્રીદેવી તમિલ ફિલ્મોને પ્રોડ્યુસ કરવા માંગતી હતી. તેમણે જણાવ્યું હતું કે શ્રીદેવી ઇચ્છતી હતી કે તેમની ફિલ્મમાં અજીત કામ કરે. શ્રીદેવીની આ ઈચ્છાને પૂર્ણ કરતા બોની કપૂરએ ‘પિંક’ની તમિલ રીમેક બનાવાનો નિર્ણય લીધો છે.
બોની કપૂરએ એક ઈન્ટરવ્યું દરમિયાન કહ્યું કે ‘ફિલ્મનું નામ હજુ સુધી નક્કી થયું નથી. અજીત સાથે ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ માં કામ કર્યા પછી શ્રીદેવીએ આ ઇચ્છા વ્યક્ત કરી હતી કે અજીત અમારા હોમ પ્રોડક્શન માટે કોઈ તમિલ ફિલ્મમાં કામ કરે. લાંબા સમય સુધી અમને સારી સ્ક્રિપ્ટ મળી નથી. પછી અજીતે તમિલમાં ‘પિંક’ બનાવાની સલાહ આપી.

શ્રીદેવી આ સલાહથી ખૂબ ખુશ હતા કારણ કે તેઓ જાણતા હતા કે ‘પિંક’ શ્રેષ્ઠ સ્ટોરી છે. રિપોર્ટ્સ મુજબ, આ ફિલ્મનું નામ ‘થાલા 59’ હોઈ શકે છે, જેને 2019 માં રિલીઝ કરી શકાય છે. જો બોની આ ફિલ્મ બનાવશે તો આ તમિલ ઇન્ડસ્ટ્રીમાં બોની કપૂરની એન્ટ્રી હશે.

