Not Set/ IPL 2019: બેરિસ્ટો-વોર્નરની અર્ધશતકીય પારી – હૈદરાબાદે ચેન્નાઇને મ્હાત આપી

હૈદરાબાદ, હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલા 33મા મુકાબલમાં જોની બેરસ્ટોના આક્રમક 61 રન અને ડેવિડ વોર્નરના 50 રનની અર્ધશતકીય પારીથી સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નાઇ સુપરકિંગ્સને 6 વિકેટે હરાવ્યું હતું. આ વખતની આઇપીએલમાં હૈદરાબાદની 8 મેચમાંથી 4 મેચમાં જીત થઇ છે. હવે તેઓ ચેન્નાઇ સામેની જીત સાથે પોઇન્ટ ટેબલમાં પાંચમાં ક્રમાંકે છે. ચેન્નાઇની હાર છતાં તેઓ […]

Uncategorized

હૈદરાબાદ,

હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલા 33મા મુકાબલમાં જોની બેરસ્ટોના આક્રમક 61 રન અને ડેવિડ વોર્નરના 50 રનની અર્ધશતકીય પારીથી સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નાઇ સુપરકિંગ્સને 6 વિકેટે હરાવ્યું હતું. આ વખતની આઇપીએલમાં હૈદરાબાદની 8 મેચમાંથી 4 મેચમાં જીત થઇ છે. હવે તેઓ ચેન્નાઇ સામેની જીત સાથે પોઇન્ટ ટેબલમાં પાંચમાં ક્રમાંકે છે. ચેન્નાઇની હાર છતાં તેઓ 14 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ટોપ પર છે. ટોસ હારીને બોલિંગમાં ઉતરેલી હૈદરાબાદે ચેન્નાઇને 20 ઓવરમાં 132 રન સુધી જ સીમિત રાખી હતી. જેના જવાબમાં હૈદરાબાદે 16.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય આસાનીથી હાંસલ કર્યું હતું.

વોર્નરે 25 બોલમાં 10 ચોગ્ગા સાથે 50 રનની આક્રમક પારી રમી હતી. આ માટે તેને મેન ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો.

ચેન્નાઇની પારી બાદ રનચેઝ માટે ઉતરેલી હૈદરાબાદને વોર્નર અને બેરિસ્ટોએ પહેલી વિકેટ માટે 5.4 ઓવરમાં 66 રનની ભાગીદારથી મજબૂત શરૂઆત અપાવી.વોર્નરે 25 બોલમાં 10 ચોગ્ગા માર્યા. વોર્નરના આઉટ થયા બાદ હૈદરાબાદના સૂકાની કેન વિલિયમ્સન 3 અને વિજય શંકર 7 રન બનાવીને આઉટ થયા હતા. જો કે બેરિસ્ટોએ એક તરફથી બાજી સંભાળી અને બેરિસ્ટોએ દીપક હુડ્ડા સાથે ચોથી વિકેટ માટે 26 રનની ભાગીદારી કરીને ટીમને જીતાડી હતી.