Food Recipe: જો તમે બાળકો માટે સવાર-સવારમાં મસ્ત મજાનો ટેસ્ટી અને હૅલ્ધી નાસ્તો બનાવવા માગતા હો તો ફ્રેન્ચ ટૉસ્ટ સેન્ડવિચ (French Toast Sandwich) તમારા માટે બેસ્ટ ઑપ્શન છે.
ઝડપથી તૈયાર થઈ જાય એવી આ રેસિપીને બ્રેડ, દૂધ, ઈંડા (Bread, Milk, Eggs) અને બાળકોના મનપસંદ ફિલિંગથી તૈયાર કરી શકાય છે. 20-25 મિનિટમાં જ તૈયાર થઈ જશે આ પેટ ભરનારો એક ટેસ્ટી નાસ્તો! હવે રેસ્ટૉરેન્ટમાં ફ્રેન્ચ ટૉસ્ટ સેન્ડવિચ ખાવા જવાની જરુર નથી, તમે ઘરે જ આ સરસ મજાનો બ્રેકફાસ્ટ બનાવી શકો છો.
સવારે ખાવાના ફાયદા
સવારે આ ફ્રેન્ચ ટૉસ્ટ સેન્ડવિચ ખાવાથી બાળકોને દિવસની પ્રારંભિક ઊર્જા પ્રાપ્ત થાય છે અને એ એક્ટિવ રહે છે. આમાં રહેલા ઈંડા અને પીનટ બટર (Peanut Butter) બાળકોના વિકાસ માટે અને મસલ્સના ગ્રોથ માટે જરુરી પ્રોટીન પ્રદાન કરે છે.
પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટનું સંતુલિત સંયોજન બાળકોને લાંબો સમય પેટ ભરાયેલુ મહેસૂસ કરાવે છે. દૂધ અને ઈંડામાંથી બાળકોને કેલ્શિયમ, પ્રોટીન (Calcium & Protein) અને અન્ય આવશ્યક પોષક તત્વો પ્રાપ્ત થાય છે.
શી રીતે બનાવશો ફ્રેન્ચ ટૉસ્ટ સેન્ડવિચ? (French Toast Sandwich Recipe)
ફ્રેન્ચ ટૉસ્ટ સેન્ડવિચ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
3 ઈંડા
6 વ્હાઈટ બ્રેડ સ્લાઈઝ
3-4 ચમચા દળેલી ખાંડ
3/4 કપ દૂધ
અડધી ચમચી વેનિલા એક્સ્ટ્રેક્ટ
3 મોટી ચમચી ચોકો સ્પ્રેડ
3 મોટી ચમચી ક્રીમી પીનટ બટર
સર્વિંગ માટે
ઈલાયચીયુક્ત સમારેલું કેળું
સમારેલી બદામ

બનાવવાની વિધિ
1. એક બાઉલમાં ઈંડાને તોડી ફિલિંગ ઉમેરવું. એમાં વેનિલા એક્ટ્રેક્ટ અને દળેલી ખાંડ ઉમેરી સારી રીતે ફેંટી લેવું.
2. ત્યાર બાદ, એમાં દૂધ ઉમેરીને સરસ રીતે હલાવી લેવું.
3. બ્રેડ સ્લાઈઝને લઈ એના પર ચોકો સ્પ્રેડ અને બીજી સ્લાઇઝ પર પીનટ બટર લગાવવું.
4. હવે ચોકો સ્પ્રેડ વાળી બ્રેડ સ્લાઈઝને પીનટ બટરવાળી બ્રેડ સ્લાઈઝ પર મૂકવી.
5. એક નૉન-સ્ટિક પૅનમાં બટર ગરમ કરવું. તૈયાર સેન્ડવીચને ઈંડાના મિશ્રણમાં બોળીને પૅન પર રાખવી.
6. મધ્યમ તાપે એને 2 મિનિટ સુધી પકાવી દેવી. પછી પલટાવીને ફરીથી 2 મિનિટ પકાવવી.
તો તૈયાર છે તમારી સરસ મજાની ફ્રેન્ચ ટૉસ્ટ સેન્ડવિચ…જો તમે ઈંડા ખાતા હો તો આ વાનગીને અવશ્ય બનાવીને ટ્રાય કરી શકો છો. આ તૈયાર ફ્રેન્ચ ટૉસ્ટને વચ્ચેથી કાપીને બાળકો (Kids)ને લંચ બૉક્સમાં પણ આપી શકાય છે.
આ પણ વાંચો: વજન ઘટાડવા માટે સ્પેશ્યલ હન્ગ કર્ડ સેન્ડવીચ રેસિપી….દહીંથી બનાવો હૅલ્ધી નાસ્તો…
આ પણ વાંચો: સોજીમાંથી બનાવો સેન્ડવીચ, બાળકો ફરીથી માંગશે
