Rajkot News/ રાજકોટમાં નિવૃત્ત મહિલા ડોક્ટરનું ‘ડિજિટલ અરેસ્ટ’! 4 દિવસ ઘરમાં કેદ રાખી લાખો પડાવ્યા

Rajkot Digital Arrest: રાજકોટમાં નિવૃત્ત મહિલા ગાયનેક ડોક્ટરને સાયબર ગઠિયાઓએ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના નામે 4 દિવસ ડિજિટલ અરેસ્ટ કરી રૂ.58.50 લાખ પડાવ્યા. પોલીસ સમયસર પહોંચતા વધુ રૂ.21.50 લાખ ટ્રાન્સફર થતા અટકાવ્યા.

Rajkot Top Stories Gujarat Breaking News
Rajkot Digital Arrest: રાજકોટમાં મહિલા ડોક્ટર પાસે 4 દિવસમાં રૂ.58.50 લાખ પડાવ્યા

Rajkot News: રાજકોટમાં સાયબર છેતરપિંડીનો ચોંકાવનારો (Rajkot Digital Arrest) કિસ્સો સામે આવ્યો છે. સાયબર ગઠિયાઓએ જાગનાથ પ્લોટ વિસ્તારમાં રહેતી નિવૃત્ત મહિલા ગાયનેક ડોક્ટરને ચાર દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે ઘરમાં જ કેદ રાખી રૂ.58.50 લાખ પડાવી (Woman Doctor Cyber Fraud) લીધા હતા. ગઠિયાઓએ પોતાને બહારના રાજ્યની પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખાવી મહિલા સામે ઇન્કમટેક્સ, આધારકાર્ડ અને મોબાઇલ નંબરના દુરુપયોગથી ફ્રોડ થયાનો આક્ષેપ કર્યો હતો.

ખોટા કેસની ધમકી આપી સતત ડરાવતા રહ્યા

સાયબર ઠગોએ મહિલા ડોક્ટરને કાયદેસરની કાર્યવાહી અને ધરપકડની ધમકી આપી માનસિક રીતે ભયભીત કરી દીધા હતા. ચાર દિવસ સુધી તેઓ મોબાઇલ ફોન પર ગઠિયાઓના સંપર્કમાં રહ્યા. કથિત કેસમાંથી બચાવવા અને તપાસના ભાગરૂપે અલગ-અલગ ખાતામાં રકમ ટ્રાન્સફર કરવાના બહાને તેમની પાસેથી કુલ રૂ.58.50 લાખ ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા. સતત ધમકી અને નાણાકીય નુકસાનના કારણે મહિલા ડોક્ટર ભારે માનસિક તણાવમાં આવી ગયા હતા.

Rajkot Digital Arrest: રાજકોટ પોલીસને પણ ફોન પર ધમકી આપી

હદ તો ત્યારે થઈ જ્યારે સાયબર ગઠિયાઓએ (Digital Arrest Scam) રાજકોટ પોલીસ સાથે પણ ફોન પર વાત કરી હતી. ગઠિયાઓએ પોલીસને ફરિયાદ થઈ હોવાનું કહી કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. જોકે, પોલીસ અધિકારીઓએ તેમને રૂબરૂ પોલીસ સ્ટેશન આવવા કહ્યું ત્યારે ગઠિયાએ ફોન કાપી નાખ્યો હતો.

પોલીસ સમયસર પહોંચી અને વધુ રૂ.21.50 લાખ બચાવ્યા

દરમિયાન રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસને આ સમગ્ર ઘટનાની બાતમી મળી હતી. પોલીસ (Rajkot Police) ટીમ તાત્કાલિક મહિલા ડોક્ટરના ઘરે પહોંચી હતી. તે સમયે મહિલા ભારે ડરેલી હાલતમાં મોબાઇલ પર સાયબર ઠગો સાથે વાત કરી રહી હતી. શરૂઆતમાં અસલી પોલીસને જોઈને પણ તેઓ ગભરાઈ ગયા હતા. પોલીસે પોતાનું ઓળખપત્ર બતાવી વિશ્વાસમાં લીધા અને કાઉન્સેલિંગ કરીને સમજાવ્યું કે તેઓ કોઈ ‘ડિજિટલ અરેસ્ટ’માં નથી.

પોલીસની સમયસરની કાર્યવાહીથી મહિલા ડોક્ટર વધુ મોટી છેતરપિંડીનો ભોગ બનતા બચી ગયા. ગઠિયાઓને ટ્રાન્સફર કરવામાં આવી રહેલા વધુ રૂ.21.50 લાખ અટકાવવામાં આવ્યા હતા. આમ, કુલ રૂ.80 લાખથી વધુની રકમ ગુમાવતી મહિલા ડોક્ટરને  (Retired Doctor Fraud) પોલીસે બચાવી લીધી હતી.

ACP ક્રાઇમ ભરત બસિયાએ શું કહ્યું?

ACP ક્રાઇમ ભરત બસિયાના જણાવ્યા મુજબ, નિવૃત્ત મહિલા ગાયનેક ડોક્ટરને સાયબર ગઠિયાઓએ બહારના રાજ્યની પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખાવી ચાર દિવસ સુધી ડરાવ્યા હતા. ઇન્કમટેક્સ અને ફ્રોડની રકમ સાથે સંકળાયેલા કેસમાં તેમનું નામ હોવાનું કહી માનસિક દબાણ ઊભું કરવામાં આવ્યું હતું.

પોલીસે લોકોને અપીલ કરી છે કે ‘ડિજિટલ અરેસ્ટ’ નામની કોઈ કાયદાકીય જોગવાઈ નથી. પોલીસ કે કોઈ સરકારી એજન્સીના નામે વીડિયો કોલ અથવા ફોન કરીને ધરપકડનો ભય બતાવી પૈસા માંગવામાં આવે તો ગભરાયા વગર તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અથવા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર જાણ કરવી.

રાજકોટ પોલીસે હાલ ગુનો નોંધી પૈસા જે બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થયા છે તેની વિગતો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: સાયબર ગઠિયાની નવી મોડસ ઓપરેન્ડી, ઉચ્ચ પોલીસ અધિકારીના નામે ફેક ID બનાવી ઠગાઈ કરી

આ પણ વાંચો: અમદાવાદમાં મહિલાને ઈન્સ્ટાગ્રામ રીલ બનાવવી પડી ભારે! સાયબર ગઠિયા વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ

આ પણ વાંચો: વડોદરામાં સાયબર ગઠિયાઓએ મહિલાને 6 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી 61 લાખ પડાવ્યાં