Sabarkantha News/ તમારા આવા વર્તનથી બાળકો રડે છે અને શાળાએ જવાની ના પાડે છે: જિલ્લા શિક્ષણાધિકારી

ગેરરીતિ ક્ષતિ સબંધમાં શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરવાની બાબત વિચારણા હેઠળ ખાતાકીય તપાસ શરૂ કરાયેલ છે.

Top Stories Gujarat

Sabarkantha News: વિજયનગર(Vijaynagar)ના લીમડા-1 પ્રાથમિક શાળા(Primary School)ના શિક્ષિકા ઇન્દુબેન જાદવને અંતે ફરજમોકૂફી ઉપર ઉતારી દેવા જિલ્લા કચેરીએ આદેશ આપ્યા છે. કચેરી દ્વારા વહીવટી કામગીરી કરવા કરેલ આદેશનો પણ શિક્ષિકા દ્રારા અનાદર કરાયો હતો.

હુકમમાં જણાવ્યા મુજબ લીમડા-1 પ્રા.શાળાના શિક્ષક ઈન્દુબેન કાનજીભાઈ જાદવ પોતાની ફરજ દરમિયાન તા.13/12/2022 થી તા.17/01/2025 દરમિયાન મુખ્ય શિક્ષક લીમડા-1 તરીકે ફરજ બજાવતા હતા. તે દમિયાન તેમના દ્રારા ગેરરીતિ ક્ષતિ સબંધમાં શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરવાની બાબત વિચારણા હેઠળ ખાતાકીય તપાસ શરૂ કરાયેલ છે.

જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજયનગર દ્રારા તા.19/09/2024ના રોજ લીમડા-1 પ્રા.શાળાની મુલાકાત કરતાં મુલાકાત દરમિયાન ગામના સરપંચ, વાલી તેમજ ગામલોકો દ્રારા તમારી સામે બદલી ન થાય ત્યાં સુધી બાળકોને શાળામાં ન મોકલવા ઉગ્ર રજુઆત કરેલ હતી. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્રારા તા.20/09/2024 થી તા.26/09/2024 સુધી તા.પં.કચેરી વિજયનગર ખાતે હાજર રહેવા, વહીવટી કામગીરી કરવા આદેશ કરેલ હતો જે આદેશનો તેમના દ્રારા અનાદર કરેલ છે. સરપંચના નિવેદન મુજબ શિક્ષિકાએ તેમની સામે અપશબ્દો બોલેલ છે.

ગ્રામજનોના નિવેદન મુજબ તમારુ બાળકો સાથેનું તોછડુભર્યુ વર્તન કરેલ છે. છોકરાઓને ધમકીઓ આપે છે અને અસભ્ય વર્તન કરે છે. છોકરાઓને પાણી પણ પીવા દેતા નથી. આવા વર્તનથી બાળકો રડે છે અને શાળાએ જવાની ના પાડે છે.

ધો.3માં અભ્યાસ કરતા બાળકને માર મારે છે. ધો.4માં અભ્યાસ કરતાં બાળકને જેમ તેમ બોલે છે અને પ્રાર્થના સમયે અસભ્ય વર્તન કરે છે. ધો.8માં અભ્યાસ કરતા બાળકને માર મારવામાં આવેલ છે. સી.આર.સી.કો.ના નિવેદન મુજબ શાળામાં ત્રણ બાળકો CET માં પાસ થયેલ હતા તમોએ કોઈ કાર્યવાહી કરેલ ન હતી. શાળા સ્ટાફના નિવેદન મુજબ પ્રાર્થનામાં સ્ટાફ સાથે ખરાબ વર્તન કરે છે તથા બાળકોને પણ ધમકાવે છે. એસ.એમ.સી. સભ્યના નિવેદન મુજબ શિક્ષિકાએ એસ.એમ.સી સભ્યના નામ જાતે લખેલ છે આ બાબતે એસ.એમ.સી.સભ્યો કંઈ જાણતા નથી.

મધ્યાહન ભોજન યોજના સંચાલકના નિવેદન મુજબ બોરમાંથી પાણી ભરવા દેતા નથી.પાણી બહારથી લાવવું પડે છે. આ કારણોસર તેઓને સક્રિય સેવામાં ચાલુ રાખવા જાહેર વહીવટી હિતમાં ન હોઈ તેઓને તાત્કાલીક અસરથી ફરજમોકુફી હેઠળ મુકવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભથાણની પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછત, વિદ્યાર્થીઓનો અભ્યાસ અધૂરો

આ પણ વાંચો:ખેડાની બૈડપ પ્રાથમિક શાળામાં શિક્ષકની ગેરહાજરીનો મામલો ગરમાયો

આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં ખારાઘોડા સ્ટેશન પ્રાથમિક શાળાના શિક્ષિકાને નોટિસ