@ પ્રિયકાંત ચાવડા
Surendranagar News: સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના રણકાંઠાને અડીને આવેલ ખારાઘોડા સ્ટેશન પ્રાથમિક શાળામા મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા રીનાબેન બારોટ શિક્ષણ વિભાગની પૂર્વ મંજૂરી વિના સતત ગેરહાજર રહેતા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષિકાને નોટીસ ફટકારવામાં આવી છે.
રાજ્યની શાળામાં શિક્ષકોની ગેરહાજરી બાબતે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના રણકાંઠાને અડીને આવેલ ખારાઘોડા સ્ટેશન પ્રાથમિક શાળામા મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા રીનાબેન બારોટ શિક્ષણ વિભાગની પૂર્વ મંજૂરી વિના સતત ગેરહાજર રહેતા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષિકાને નોટીસ ફટકારવામાં આવી છે અને દસ દિવસમાં ખુલાસા સાથે હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે.
જો શિક્ષિકા હાજર નહીં રહે તો ફરજ મૌકુફ કરવામાં આવશે તેમ સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા નોટિસમાં ઉલ્લેખ કરાયો છે જ્યારે આ બાબતે શાળાના આચાર્યનો સંપર્ક કરતા શિક્ષકા ૨૦૨૨થી સતત ગેરહાજર રહેતા હોવાનુ જણાવ્યુ હતુ વધુમા ખારાઘોડા સ્ટેશન પ્રાથમિક શાળાના આચાર્યએ જણાવ્યું કે ગેરહાજર રહેતા શિક્ષિકાને કોઈ પગાર ચુકવવામાં આવ્યો નથી.
સતત ગેરહાજર રહેતા શિક્ષકોનો સર્વે હાથ ધરી સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા બાળકોના ભવિષ્ય સાથે રમત રમતા શિક્ષકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
આ પણ વાંચો:અરવલ્લીમાં દેશ વિરૂદ્ધ લખાણ બદલ બાંગ્લાદેશી યુવક ઝડપાયો
આ પણ વાંચો:પાટણમાં શ્રાવણીયો જુગાર રમતા 27 ઝડપાયાં
આ પણ વાંચો:રાજ્યમાં સરદાર સરોવર ડેમ છલોછલ, ધરોઈ ડેમ 60% ખાલી