Dharma & Bhakti/ ભાઈ બીજ પર ભાઈને તિલક કરવા માટેનું સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત, સૌ બહેનો જાણી લો…

આ તહેવારને ભ્રાતૃ દ્વિતિયા પણ કહે છે જેમાં ભ્રાતૃ-ભગિનીનો અખૂટ પ્રેમ આભિવ્યક્ત થાય છે. બહેનો પોતાના ભાઈને પોતાના ઘરે આમંત્રિત કરીને તિલક કરીને ભાવથી…

Trending festival Religious Rashifal Dharma & Bhakti

Dharm & Bhakti: ભાઈ બીજ (Bhai Beej) એ દિવાળી (Diwali 2025)ના પંચ દિવસીય તહેવારનો આખરી દિન ગણાય છે આ દિવસે દિવાળીના પંચોત્સવનું સમાપન ગણાય છે. આમ જોઇએ તો છેક દેવ દિવાળી (Dev Diwali) સુધી આ તહેવાર મનાવવામાં આવે છે. ઘણા લોકો દેવદિવાળી સુધી દીવા (Lamp) મૂકે છે, સૌ એક બીજાના ઘરે જાય છે અને આનંદ કરે છે. પરંતુ, રક્ષાબંધન (Rakshabandhan)ની જેમ જ ભાઈ બીજનો તહેવાર ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક ગણાય છે.

હિન્દુ સનાતન ધર્મમાં ભાઈ બીજ અત્યંત મહત્વપૂર્ણ તહેવાર (Festival) માનવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે બેસતાવર્ષના બીજા દિવસે કાર્તિક મહિનાના શુક્લ પક્ષની દ્વિતિયા તિથિએ મનાવવામાં આવે છે. આ તહેવારને ભ્રાતૃ દ્વિતિયા પણ કહે છે અને આ પર્વ નિમિત્તે ભ્રાતૃ-ભગિનીનો અખૂટ પ્રેમ આભિવ્યક્ત થાય છે. પરસ્પરના સ્નેહ અને વિશ્વાસને મજબૂત કરવાના આ પર્વ પર બહેનો પોતાના ભાઈને પોતાના ઘરે આમંત્રિત કરીને એને તિલક કરીને ભાવથી જમાડે છે. ભાઈની ઉંમર લાંબી થાય અને એને સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય પ્રદાન થાય એવી પ્રભુને પ્રાર્થના કરે છે. આ પ્રેમપૂર્ણ સ્વાગતની સામે ભાઈ પણ પોતાની બહેનને સુંદર ઉપહાર આપે છે અને જીવનભર બહેનની રક્ષા કરવાની અને સ્નેહ જાળવવાનું વચન આપે છે. આ વર્ષે ભાઈ બીજનો તહેવાર 23 ઓક્ટોબર, ગુરુવાર (23 October, Thursday)ના રોજ મનાવવામાં આવનાર છે. આ તહેવારના શુભ અને શ્રેષ્ઠ મુહૂર્ત (Mahurat) જોઈ લઇએ…

ભાઈ બીજ તિથિ અને મુહૂર્ત

પંચાંગ અનુસાર, ભાઈ બીજ કાર્તિક માસના શુક્લ પક્ષની બીજ તિથિે (Tithi) મનાવવામાં આવે છે. આ તિથિ 22 ઓક્ટોબર, બુધવારે રાત્રે 8 વાગીને 16 મિનિટે શરુ થશે અને 23 ઓક્ટોબર અર્થાત્ કાલે ગુરુવારે રાત્રે 10 વાગીને 46 મિનિટે સમાપ્ત થશે.

ભાઈને તિલક કરવાના મુહૂર્ત

1. ભાઈ બીજનું પ્રથમ મુહૂર્ત 1 વાગીને 13 મિનિટથી શરુ થઇને બપોરે 3 વાગીને 28 મિનિટ સુધીનું રહેશે, જે સર્વશ્રેષ્ઠ મુહૂર્ત છે.

2. બીજું અભિજીત મુહૂર્ત સવારે 11 વાગીને 43 મિનિટથી લઇને બપોરે 12 વાગીને 28 મિનિટ સુધીનું રહેશે.

3. ત્રીજું મુહૂર્ત વિજય મુહૂર્ત છે જે બપોરે 1 વાગીને 58 મિનિટથી શરુ થઇને બપોરે 2 વાગીને 43 મિનિટ સુધીનું રહેશે.

4. ચોથું મુહૂર્ત ગોધૂલિ મુહૂર્ત છે જે સાંજે 5 વાગીને 43 મિનિટથી શરુ થઈને સાંજે 6 વાગીને 09 મિનિટ સુધીનું રહેશે.

આ વર્ષે સર્વાર્થ સિદ્ધિ યોગ

ભાઇ બીજના તહેવારે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ હશે જે અત્યંત વિશેષ ગણાય છે.

પૂજા વિધિ

ભાઈ બીજના દિવસે વહેલી સવારે સ્વચ્છ વસ્ત્રો પહેરીને પૂજા સ્થળ પર લાલ કપડું પાથરીને ભગવાન ગણેશ (Lord Ganesha) અને ચિત્રગુપ્ત (Chitragupt)ની પૂજા કરવી. આ તિથિને યમ દ્વિતિયા પણ કહેવાય છે આથી આ દિવસે ચિત્રગુપ્ત પૂજનનું વિશેષ મહત્વ છે. પૂજા કર્યા બાદ બહેને પોતાના ભાઈના કપાળે તિલક (Tilak) કરીને આરતી કરવી અને મીઠાઈ (Sweet) ખવડાવવી. અને પછી ભાઈને ભાવથી ભોજન કરાવવું અને ભાઈએ યથાશક્તિ ભેટ આપવી.

ભાઈ બીજની મહત્તા

ભાઈ બીજના દિવસે ભગવાન ચિત્રગુપ્તની પૂજા કરવાનું શાસ્ત્રોક્ત વિધાન છે. આ પર્વથી ભાઇ-બહેનનો સંબંધ (Brother-Sister Relationship) વધુ દ્રઢ બને છે અને બહેન ભાઈને તુલક કર્યા બાદ જ જમે છે. આ દિવસને ભાઈ દ્વિજ વ્રત કહે છે. એવું જરુરી નથી કે બહેને ભાઈને તિલક કરવા સુધી ભૂખ્યાં જ રહેવું પણ જો એવું કરે તો એ શુભ ગણાય છે. જો આ દિવસે ભાઈ બહેનના ઘરે જમે તો સુખ-સમૃદ્ધિ વધે છે અને કૌટુંબિક સંબંધો (Family Relations)માં પ્રેમ અને સૌહાર્દમાં વૃદ્ધિ થાય છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: